ખુશખબરઃ આજથી WhatsAppથી કરી શકશો પૈસા ટ્રાન્સફર, જાણો કંઇ રીતે

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં WhatsApp પેમેન્ટ દસ રિઝનલ ભાષામાં ઉપલબ્ધ રહેશે. જો તમારે વોટ્સએપમાં પહેલાથી પેમેન્ટ ઓપ્શન છે તો તમે આનો ઉપયોગ કરી શકો છો. નથી તો વોટ્સએપ અપડેટ કરીને પેમેન્ટ ઓપ્શન ચેક કરી શકો છો. WhatsApp Payment યુઝ કરનારા કસ્ટમર્સની પાસે ડેબિટ કાર્ડ હોવું જરુરી છે જે યુપીઆઈ સપોર્ટ કરે છે. વોટ્સએપ પેમેન્ટ ઓપ્શનમાં
 
ખુશખબરઃ આજથી WhatsAppથી કરી શકશો પૈસા ટ્રાન્સફર, જાણો કંઇ રીતે

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં WhatsApp પેમેન્ટ દસ રિઝનલ ભાષામાં ઉપલબ્ધ રહેશે. જો તમારે વોટ્સએપમાં પહેલાથી પેમેન્ટ ઓપ્શન છે તો તમે આનો ઉપયોગ કરી શકો છો. નથી તો વોટ્સએપ અપડેટ કરીને પેમેન્ટ ઓપ્શન ચેક કરી શકો છો. WhatsApp Payment યુઝ કરનારા કસ્ટમર્સની પાસે ડેબિટ કાર્ડ હોવું જરુરી છે જે યુપીઆઈ સપોર્ટ કરે છે. વોટ્સએપ પેમેન્ટ ઓપ્શનમાં જઈને તમે બેંક સિલેક્ટ કરી ડિટેલ્સ દાખલ કરી તેને એક્ટિવ કરી શકો છો.

WhatsAppએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું તે આજે દેશ ભરમાં WhatsApp યુઝર્સ આ એપથી પેમેન્ટ કરી શકશે. WhatsAppનું સિક્યોર પેમેન્ટ એક્સપીરિએસ પૈસા મોકલવાને મેસેજ મોકલવા જેટલુ સરળ કરી દેશે.’WhatsAppએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સાથે મળીને યૂનિફાઈડ્સ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યુપીઆઈ બેસ્ડ પેમેન્ટ ઈન્ટરફેસ તૈયાર કર્યુ છે અને જેમાં ડેટા લોકલાઈઝેશનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

WhatsAppએ પેમેન્ટ સર્વિસ માટે પાંચ મોટી બેંકોની સાથે કરાર કર્યો છે. જેમાં ICI Bank, HDFC Bank, Axis Bank, SBI અને JIo Payments Bankનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે WhatsAppથી ફક્ત WhatsAppમાં પૈસા નહીં બલ્કે WhatsAppથી કોઈ પણ યુપીઆઈ સપોર્ટેડ એપમાં પણ મોકલી શકાય છે. એટલે કે જો સામે વાળો વ્યક્તિ વોટ્સએપ પેમેન્ટ એપ વાપરી નથી રહ્યો તો પણ તમે WhatsAppથી પેમેન્ટ કરી શકો છો. WhatsAppના જણાવ્યાનુંસાર આ પેમેન્ટ કરવું સિક્યોર રહેશે અને દરેક ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ પિનની જરુર રહેશે. સ્ટેટમેન્ટમાં કંપનીએ કહ્યું છે કે WhatsApp પેમેન્ટ એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ માટે યુઝર્સ એપ અપડેટ કરી શકાય છે.