ટેનીસ ચેમ્પિયનઃ વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં વૈદેહી ચૌધરીની મોટી સિદ્ધી

અટલ સમાચાર, મહેસાણા રમત-ગમતક્ષેત્રમાં ભારતનું કદ વધી રહ્યું છે. તેમાં વિદ્યાર્થિનીઓ પણ પાછળ રહી નથી. વડગામની યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની વૈદેહી ચૌધરીએ બહેનોની ટેનીસ રમતમાં મોટી સફળતા હાંસલ કરી છે. ચેન્નાઈમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી સિલેક્શન ટુર્નામેન્ટમાં જીત મેળવી વર્લ્ડ કક્ષાએ પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની વિદ્યાર્થિની હોવાનો રૂતબો બતાવી દીધો છે. આ જીત બાત હવે
 
ટેનીસ ચેમ્પિયનઃ વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં વૈદેહી ચૌધરીની મોટી સિદ્ધી

અટલ સમાચાર, મહેસાણા

રમત-ગમતક્ષેત્રમાં ભારતનું કદ વધી રહ્યું છે. તેમાં વિદ્યાર્થિનીઓ પણ પાછળ રહી નથી. વડગામની યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની વૈદેહી ચૌધરીએ બહેનોની ટેનીસ રમતમાં મોટી સફળતા હાંસલ કરી છે. ચેન્નાઈમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી સિલેક્શન ટુર્નામેન્ટમાં જીત મેળવી વર્લ્ડ કક્ષાએ પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની વિદ્યાર્થિની હોવાનો રૂતબો બતાવી દીધો છે.

આ જીત બાત હવે વૈદેહી જુલાઈ મહિનામાં વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ જુલાઈ માસમાં ઈટાલીના નાપોલી ખાતે યોજાશે. જેમાં કેપ્ટન તરીકે ભારતનું પ્રતિનિધિત્વની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, હાલમાં તો ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા બદલ કોલેજના પ્રિન્સિપાલ ર્ડા.લક્ષ્મણભાઈ, કોલેજ પરિવાર તેમજ ચૌધરી સમાજમાંથી સિદ્ધી પ્રાપ્ત કરવા બદલ અભિનંદન મળી રહ્યા છે.