ટેન્શન@બનાસકાંઠાઃ ખરીદ-વેચાણ સંઘના ચેરમેન સામે 9 સભ્યોનો બળવો

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર બનાસકાંઠા જિલ્લા સહકારી આલમમાં ચુંટણી બાદ બળવો ઉભો થયો છે. ખરીદ-વેચાણ સંઘના ચેરમેન વિરુદ્ધ અડધો-અડધ સભ્યોએ બળવો કરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. જેનાથી ચેરમેનની ખુરશી જોખમમાં મુકાતા રાજકીય દોડધામ મચી ગઈ છે. સંઘમાં ચેરમેન સમર્થક અને વિરુદ્ધ એમ બે ગ્રુપ પડી ગયા છે. ધી બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના રાજકારણ
 
ટેન્શન@બનાસકાંઠાઃ ખરીદ-વેચાણ સંઘના ચેરમેન સામે 9 સભ્યોનો બળવો

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર

બનાસકાંઠા જિલ્લા સહકારી આલમમાં ચુંટણી બાદ બળવો ઉભો થયો છે. ખરીદ-વેચાણ સંઘના ચેરમેન વિરુદ્ધ અડધો-અડધ સભ્યોએ બળવો કરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. જેનાથી ચેરમેનની ખુરશી જોખમમાં મુકાતા રાજકીય દોડધામ મચી ગઈ છે. સંઘમાં ચેરમેન સમર્થક અને વિરુદ્ધ એમ બે ગ્રુપ પડી ગયા છે.

ટેન્શન@બનાસકાંઠાઃ ખરીદ-વેચાણ સંઘના ચેરમેન સામે 9 સભ્યોનો બળવો

ધી બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના રાજકારણ અને વહીવટમાં નારાજગીના સૂર ઉભા થયા છે. અચાનક સંઘના ચેરમેન વિરુદ્ધ 18માંથી 9 સભ્યોએ બળવો કરી હોદ્દો છીનવી લેવા અવિશ્વાસની દરખાસ્ત આપી છે. જેનાથી સંઘના સભ્યોમાં ફાટફૂટ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તને પગલે કેટલાક સમર્થકો ચેરમેન તરફી બની ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને કેટલાક સભ્યો વચ્ચે તાલમેલનો અભાવ તબક્કાવાર ચરમસીમાએ પહોંચ્યો છે. આથી લોકસભા ચુંટણી પહેલા તૈયાર કરેલી રણનીતિ છેવટે પરિણામ બાદ સામે આવી છે. આવી સ્થિતિમાં ચેરમેને નારાજ સિવાયના સભ્યોનો સંપર્ક તેજ કરી દીધો છે.