ભયજનકઃ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા

અટલ સમાચાર, ડેસ્ક ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નર્મદા ડેમની સપાટી વધી રહી છે. નર્મદા ડેમની સપાટી 136.78 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 10 ગેટ 1.5 મીટર સુધી ખોલીને 2.30 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. જેને પગલે ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 18 ફૂટે પહોંચી છે. ડેમમાંથી 4 લાખ ક્યૂસેક પાણી છોડવાની સંભાવના છે. જેથી નર્મદા
 
ભયજનકઃ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા

અટલ સમાચાર, ડેસ્ક

ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નર્મદા ડેમની સપાટી વધી રહી છે. નર્મદા ડેમની સપાટી 136.78 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 10 ગેટ 1.5 મીટર સુધી ખોલીને 2.30 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. જેને પગલે ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 18 ફૂટે પહોંચી છે. ડેમમાંથી 4 લાખ ક્યૂસેક પાણી છોડવાની સંભાવના છે. જેથી નર્મદા નદીમાં પાણીની વધુ આવક થઈ શકે છે. આવુ થયું તો નર્મદા નદીની સપાટી પણ વધી જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તર ફરી 18 ફૂટે પહોંચ્યા છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, ત્યારે તે વોર્નિંગ લેવલથી માત્ર 4 ફૂટ દૂર છે. ત્યારે આવામાં નર્મદાવાસીઓ પર ફરી મુસીબત આવે તેવી શક્યતા છે. નર્મદા ડેમ માંથી પાણી છોડતા નદી 22 ફૂટના વોર્નિંગ લેવલને પાર કરે એવી શક્યતા દેખાઈ રહી છે. આ ચોમાસાની સીઝનમાં આ બીજીવાર થયું છે જેમાં નર્મદા નદી ભયજનક સપાટી પર પહોંચી છે.

નર્મદા નદીનું લેવલ વધશે તો ચાર જિલ્લાને અસર પડશે. નર્મદા નદીનું લેવલ વધતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના 52 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા કાંઠાના ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ અને વાગરાના નદી કાંઠાના 23 ગામોને અલર્ટ કરાયા છે. નર્મદા ડેમ ખાતે CHPHના 5 ટર્બાઇન અને RBPHના 6 ટર્બાઇન હાલ ચાલુ છે. આજે ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર કચેરી નજીક ટાવર ઉપર વીજળી પડી છે. કડાકા ભડાકા સાથે વીજળી ત્રાટકતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ભયજનકઃ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા
જાહેરાત