આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ચાલુ છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 48.9 લાખ અને મોતનો આંકડો 3.23 લાખ પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે કોરોનાથી 16.9 લાખ  લોકો સાજા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના સૌથી વધુ 5611  નવા કેસ નોંધાયા છે. જ્યારે 140 લોકોના મોત થયા છે. આ બાજુ કોરોના વાયરસના મંગળવારે પણ 5341 કેસ નોંધાયા હતાં. અને રવિવારે 5003 નવા કેસ આવ્યાં હતાં. દેશમાં કોરોના વાયરસના કુલ 1,06,750 પોઝિટિવ કેસ છે. જેમાંથી 61149 કેસ એક્ટિવ છે અને 3303 લોકોના જીવ ગયા છે. રાહતની વાત એ છે કે કોવિડ 19થી 42,298 લોકો સાજા થયા છે અને દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 39.62 ટકા છે.

ભારતમાં કોરોનાના દર્દીઓની જે પ્રકારે સંખ્યા જોવા મળી રહી છે તે હવે દુનિયામાં 11માં સ્થાને પહોંચી ગયું છે.
છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 19,940 કેસ જોવા મળ્યાં છે. પરંતુ સારી વાત એ પણ છે કે આ ચાર દિવસમાં
8 હજાર લોકો સાજા થયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code