File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના પોઝિટિવની લેટેસ્ટ પરિસ્થિતિ વિશે માહિતી આપવા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા રોજ સાંજે ખાસ પત્રકાર પરિષદ યોજવામાં આવે છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે માહિતી આપી છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં (ગઈ કાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી) નવા 191 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 15ના મોત થયા છે. આમ રાજ્યમાં કુલ દર્દી 2815 થયા છે અને 265 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં 43,822 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય અગ્રસચિવે આપેલી માહિતી પ્રમાણે નવા 191 કેસમાં અમદાવાદમાં 169, સુરતમાં 5, ગાંધીનગરમાં 1, વડોદરામાં 5, આણંદમાં 3, ભાવનગરમાં 2 અને બોટાદમાં એક કેસ નોંધાયો છે.

અમદાવાદમાં ચાંદલોડીયા, ઘાટલોડિયા, રાણીપ, થલતેજ અને વેજલપુરમાં નવા કેસ નોંધાયા છે. જયંતિ રવિએ વિશેષમાં માહિતી આપી હતી કે પ્લાઝમા ટેકનોલોજીના હકારાત્મક પરિણામ મળ્યા છે. આ ટેકનોલોજીનો ઉપયોગ બે દર્દીઓ પર કરવામાં આવ્યો હતો જેમાં સારા ફિડબેક મળ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code