ભયંકરઃ શુક્રવારથી ત્રણ દિવસ માથુ ફાડી નાખે તેવી ગરમી પડી શકે

અટલ સમાચાર, મહેસાણા છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40થી42ની વચ્ચે રમી રહ્યો છે. જે હવે 45 ડિગ્રીએ પહોંચવાની પ્રબળ સંભાવના હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારથી ત્રણ દિવસ માંથુ ફાડી નાખે તેવી ગરમી પડી શકે છે. આનાથી પ્રાથમિક શાળાના બાળકો, મજૂરો, છૂટક ધંધાર્થીઓ સહિતનાને આગ ઓકતી ગરમીનો સામનો કરવાની નોબત
 
ભયંકરઃ શુક્રવારથી ત્રણ દિવસ માથુ ફાડી નાખે તેવી ગરમી પડી શકે

અટલ સમાચાર, મહેસાણા

છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40થી42ની વચ્ચે રમી રહ્યો છે. જે હવે 45 ડિગ્રીએ પહોંચવાની પ્રબળ સંભાવના હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારથી ત્રણ દિવસ માંથુ ફાડી નાખે તેવી ગરમી પડી શકે છે. આનાથી પ્રાથમિક શાળાના બાળકો, મજૂરો, છૂટક ધંધાર્થીઓ સહિતનાને આગ ઓકતી ગરમીનો સામનો કરવાની નોબત આવી છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શુક્ર, શનિ અને રવિવાર સુધી ગરમીનો પારો ઉંચકાવાનો હોવાની આગાહી કરવામાં આવી છે. સરેરાસ 42-43 ડીગ્રીમાં પણ શરીર દાઝી રહ્યું હોવાની અનુભુતિ વચ્ચે 45 ડીગ્રી ગરમી પડવાની વાત સામે આવતા સંસ્થાઓ દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ થઈ છે.

ખાસ કરીને નાના બાળકો અને ખુલ્લામાં મજૂરી કરતાં શ્રમિકોને ગરમી અકળાવી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ સતત ત્રણ દિવસ ગરમીનો મારો રહેવાની સંભાવના જોતા બને ત્યાં સુધી બહાર ન જવું તેમજ વધુને વધુ પાણી પીવું જોઈએ.