આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના ગામે દારૂના બેફામ વેચાણથી રહીશો ત્રાહીમામ્ પોકારી ગયાનું સામે આવ્યુ છે. રહીશોએ સ્ટેમ્પ ઉપર લખાણ લખી પોલીસને દારૂની બદી અટકાવવા આજીજી કરી છે. શિહોરી પોલીસના નાક નીચે છેલ્લા કેટલાક સમયથી ચાલતું દારૂનું વેચાણ સગપણમાં મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. મહેમાનોને એકરાત રાખવા પણ ભયંકર સાબિત થતાં હોવાનો ઘટસ્ફોટ રહીશોએ કરતા સુરક્ષાના સવાલો ઉભા થયા છે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ખસા (ઇન્દીરા નગર)માં ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો છે. ગામમાં કોણ અને કયારે તેમજ કઇ જગ્યાએ દારૂ વેચાણ કરે છે ? તે તમામ સવાલોના જવાબ જાહેરમાં ગામલોકોએ જણાવ્યા છે. દારૂની બદીને કારણે ગામમાં બહેન દીકરીઓના સગપણ થતા નથી અને રોજેરોજ ઝઘડાને કારણે ગામની આબરૂ જોખમાઇ છે. ગામલોકોએ 100ના સ્ટેમ્પ ઉપર પોલીસને દારૂના દુષણથી છુટકારો અપાવવા આજીજી કરવી પડી હોવાની નોબત બની છે.

નજર સમક્ષ દારૂની ગતિવિધિથી ભયંકર હદે કંટાળી ગયેલા યુવાનો, વૃધ્ધો અને મહિલાઓ સામે આવી છે. જાહેરમાં શિહોરી પોલીસ સામે સંગીન આક્ષેપો કરી સરકારને વિસ્તારમાંથી દારૂ હાંકી કાઢવા ગુહાર લગાવી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠામાં દારૂ પકડાવાના કેસો સામે ઇન્દીરાનગરમાં ખુલ્લેઆમ તહેવારોમાં પણ દારૂ વેચાતા પોલીસની ભુમિકા શંકાસ્પદ બની છે. દારૂથી અન્ય ગામના લોકો વિશ્વાસ ન કરતા હોવાનું કહેતા અત્યંત ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code