પાકિસ્તાનો MFNનો દરજ્જો પરત ખેંચાયો, જમ્મુમાં ઇન્ટરનેટ સેવા બંધ

જમ્મુ-કશ્મીરના પુલવામામાં ગુરુવારે આતંકી હુમલામાં સીઆરપીએફના 42 જવાનોના મોત થયા છે. જેને પગલે દેશમાં આક્રોશ ફેલાયો છે. અને આતંકીઓનો ખાત્મો કરવા માંગ ઉઠી રહી છે. શુક્રવારે મળેલી સીસીએસની બેઠકમાં પાકિસ્તાનને આપોલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત ખેંચાયો હતો. પીએમએ કહ્યુ હતુ કે, ગુનેગારોને સજા જરૂર થશે. તેમણે મોટી ફુલ કરી છે. પાકિસ્તાન પર પ્રહારો પણ
 
પાકિસ્તાનો MFNનો દરજ્જો પરત ખેંચાયો, જમ્મુમાં ઇન્ટરનેટ સેવા બંધ

જમ્મુ-કશ્મીરના પુલવામામાં ગુરુવારે આતંકી હુમલામાં સીઆરપીએફના 42 જવાનોના મોત થયા છે. જેને પગલે દેશમાં આક્રોશ ફેલાયો છે. અને આતંકીઓનો ખાત્મો કરવા માંગ ઉઠી રહી છે. શુક્રવારે મળેલી સીસીએસની બેઠકમાં પાકિસ્તાનને આપોલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત ખેંચાયો હતો. પીએમએ કહ્યુ હતુ કે, ગુનેગારોને સજા જરૂર થશે. તેમણે મોટી ફુલ કરી છે. પાકિસ્તાન પર પ્રહારો પણ કર્યા હતા. શુક્રવારે સવારે બેઠક મળી હતી જે સવા કલાક સુધી ચાલી હતી. બીજી તરફ પુલવામા હુમલા બાદ જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષા મંત્રી, ગૃહમંત્રી અને વિદેશ મંત્રી હાજર રહ્યા હતા.

સીસીએસની બેઠક બાદ અરુણ જેટલીએ કહ્યું કે, “સીસીએસની બેઠકમાં શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન વાસ્તવિક પરિસ્થિતિનું આકલન કરવમાં આવ્યું હતું. હવે આ મામલે વિદેશ મંત્રાલય કુટનીતિક પગલાં ભરશે. આ ઉપરાંત પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લેવાનો નિર્ણય લેવાયો છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહે આ હુમલા પર દુ:ખ પ્રગટ કર્યું હતું. તેમણે કહ્યું, દેશ આ હુમલાનો જવાબ આપશે. આ હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. આખા દક્ષિણ કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને 2G સેવાની ઝડપ ધીમી કરી દેવામાં આવી છે.