આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા સર્કિટ હાઉસ ખાતે રવિવારે ઠાકોર સમાજના વિવિધ સંગઠન, મંડળો અને જૂથો દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ઠાકોર સમાજ માટે અનામતની માંગ આગામી દિવસે બુલંદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઠાકોર સમાજ માટે અલગથી અનામતની માંગ રાજકીય એપી સેન્ટર મહેસાણાથી કરવામાં આવતા ઉત્તર ગુજરાતમા રાજકીય ગરમાવો આવ્યો છે. મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ સ્થળોએથી ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઠાકોર સમાજને 15% અલગથી અનામત અથવા તો વસ્તીના ધોરણે અનામત આપવા સરકાર સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અગાઉથી જ રાજ્યમાં પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ ચાલી રહ્યું છે ત્યારે હવે ઠાકોર સમાજ દ્વારા પણ અનામતની માંગ શરૂ થતા સરકારને આગામી દિવસોએ કેવી રીતે માંગ સામે પોતાનો પ્રતિભાવ રાખવો તેની માટે માથાપચ્ચી વધી શકે તેમ છે.

નાયબ મુખ્યમંત્રીની બેઠક વખતે જ ધડાકો

રવિવારે જોગાનુજોગ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ સર્કીટ હાઉસમાં હાજર હતા. નિતિન પટેલની બેઠક નીચે ચાલુ હતી ત્યારે બરાબર એ જ વખતે ઠાકોર સમાજના આગેવાનોએ ઉપરના માળેથી અનામતનું રણશિંગું ફૂંકીને રાજકીય ગરમાવો લાવી દીધો હતો.

કોણ ઉપસ્થિત રહ્યા હતા

બેઠકમાં અજમલજી ઠાકોર, અમરસિંહ ડાભી, પથુજી ઠાકોર, રમેશજી ઠાકોર, પ્રવીણસિંહ ઠાકોર, રામાજી ઠાકોર, અભેજીતસિંહ બારડ, મેલાજી ઠાકોર, નવઘણજી ઠાકોર અને બેચરજી ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

27 Sep 2020, 5:23 AM (GMT)

COVID-19 Global Stats

33,186,572 Total Cases
1,000,395 Death Cases
24,508,964 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code