થપ્પડ ન્યૂઝઃ અમારે હોસ્પિટલ સુધી પહોંચવામાં બહુ તકલીફ પડી હતી, અંગત વિરોધઃ તરૂણ

અટલ સમાચાર, અમદાવાદ હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તરુણ મિસ્ત્રી નામના યુવકે હાર્દિક પટેલને થપ્પડ માર્યો હતો. જેના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને ઢોર માર માર્યો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ મિસ્ત્રીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી,
 
થપ્પડ ન્યૂઝઃ અમારે હોસ્પિટલ સુધી પહોંચવામાં બહુ તકલીફ પડી હતી, અંગત વિરોધઃ તરૂણ

અટલ સમાચાર, અમદાવાદ

હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તરુણ મિસ્ત્રી નામના યુવકે હાર્દિક પટેલને થપ્પડ માર્યો હતો. જેના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને ઢોર માર માર્યો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ મિસ્ત્રીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.

તરુણ મિસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 2015માં સભા કરી. પાટીદાર સમાજ માટે સારું કર્યું. તે વખતે અમારે હોસ્પિટલ સુધી પહોંચવામાં બહુ તકલીફ પડી હતી. હાર્દિક ગમે ત્યારે ગુજરાત બંધ કરાવે, ગમે ત્યાં તકલીફ કરાવે, નાતજાતનું કરાવે. જેનાથી લોકો હેરાન થાય છે. 14 પાટીદાર શહીદ થયા. એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય. અમે કેટલા હેરાન થયા. હાર્દિક પટેલ ગુજરાતનો હિટલર હોય તેવુ શાસન કરવા માંગે છે. પણ આમ પબ્લિકનું શું થાય.

તરુણ મિસ્ત્રીએ કહ્યું કે, હાર્દિક કહે એટલું જ થાય ગુજરાતમાં. એના સમાજમાં કેવા સારા સારા લોકો છે. એ પોતાને ગુજરાતનો હિટલર સમજે છે. મને હાર્દિક પ્રત્યે કંઈ જ નથી. હાર્દિકના વિચારો બાળકોને, છોકરાઓને ગેરમાર્ગે દોરે તેવા છે. તેથી તેનો વિરોધ છે. મારા છોકરાને તકલીફ પડે એટલે આવુ કર્યું. આ કામ મેં જાતે કર્યું છે. આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.

હાર્દિક પટેલને તમાચો મારવાર તરુણ મિસ્ત્રીના પિતા મનુભાઈ ગજ્જરે મીડિયા સાથે વાત કરી હતી. તેમણએ કહ્યું કે, તરુણ ત્યાં ગયો એ અમને ખ્યાલ નથી. 15 દિવસથી અમારો તેની સાથે કોઈ સંપર્ક નથી. તે છેલ્લા ચાર વર્ષથી તે અલગ રહે છે. તે કોઈ પક્ષ માં જોડાયો છે તેનો અમને ખ્યાલ નથી. તે ભાજપ સાથે સંકળાયેલો છે તેવી વાત મળી હતી.