અટલ સમાચાર, ભગવાન રાયગોર
કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાની વોર્ડ નં.3ની પેટા ચૂંટણીના ફોર્મ ભરાવાના શરુ થયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે આજે ફોર્મ ભરી જીતનો આશાવાદ સેવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કોંગ્રેસના બે સભ્યો ભાજપમાં ભળી ગયા હતા જેથી કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં આવી હતી. ત્યારે થરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી યોજાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જોકે વોર્ડ ત્રણની ચુંટણી બિનહરીફ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.