bus stand
file photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

ભગવાન રાયગોર, કાંકરેજ

થરા બસસ્ટેન્ડમાં ગંદકી અને પાયાની સુવિધાઓના અભાવને કારણે પંથકવાસીઓ પરેશાન બની ગયા છે. બસસ્ટોપની અંદર સફાઈ થતી નથી. જોકે તારની વાડ કરવામાં આવે તો સ્વચ્છતામાં થોડી રાહત મળે તેમ છે. આ ઉપરાંત ડસ્ટબીન જેવી પ્રાથમિક સ્વચ્છતાનું સાધન પણ પુરુ પડાતું નથી. તે ઉપરાંત મુસાફરોના માલ-સામાનની ચોરી થતી રોકવા માટે સીસીટીવી કેમેરાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.  થરા બસસ્ટેન્ડમાં ઓનલાઈન ટિકિટ બુકીંગની વ્યવસ્થા પણ નથી. જેથી આ તમામ મુદ્દાને લઈ પંથકના જાગૃત નાગરિક જ્યંતિભાઈ રાઠોડ, બનાસકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીએ લેખીતમાં આપી આ બાબતે સત્તાધિકારીને યોગ્ય પગલાં ભરવા જણાવેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code