આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જિલ્લાના થરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને તેમાં ડોક્ટરનો વિવાદ નવા વળાંકો લઇ રહ્યો છે. સારામાં સારી ડીલીવરી થતી હોવાના જિલ્લા આરોગ્યતંત્રના દાવા વચ્ચે સ્થાનિક અરજદારે ગંભીર આક્ષેપો કરી પોલીસ આલમમાં રજૂઆત કરતાં પંથકના રહીશો મુંઝવણમાં મૂકાતાં મામલો ગરમાયો છે.

થરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર ભરત ચૌધરી સામે કોઈ કારણોસર વિરોધી અવાજ ઉઠ્યો છે. સ્થાનિક અરજદાર પ્રહલાદ પરમારે કામગીરીમાં બેદરકારી અને સંગીન હરકતો સહિતના આક્ષેપ કરી જિલ્લા પોલીસ એકમમાં રજુઆત કરી છે. સુત્રોએ જણાવ્યું હતું કે, ગત સમયે ડીલીવરી દરમિયાન બાળકના શંકાસ્પદ મોત બાદ કથિત ઓડિયો ટેપ સોશ્યલ મીડિયામાં વાયરલ છે. આવી સ્થિતિમાં થરા આરોગ્ય કેન્દ્ર લાઈમલાઈટમાં આવી ગયું છે.

આ તરફ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, થરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંદર્ભે કોઈ રાળ ફરીયાદ આવેલી નથી. આથી વિશેષ થરા સીએચસીમાં શ્રેષ્ઠ કક્ષાની આરોગ્ય સવલતો હોવાથી ગણનાપાત્ર છે. વિવાદ અને વખાણની વચ્ચે સ્થાનિક દર્દી સહિતના નાગરિકો હકીકત નક્કી કરવામાં મુંઝવણ અનુભવી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code