આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

કાંકરેજ તાલુકાના થરા-રાધનપુર હાઇવે ઉપર આવેલ રીલાયન્સ પંપની સામે ગત તારીખ ૬/૧/૨૦૧૯ ના રોજ થરા પી.એસ.આઇ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા.ત્યારે બાતમી મળેલ કે ડીસાથી રાધનપુર તરફ જતી ૪૦૭ ગાડી GJ-2-X-3897 નંબરની ગાડીમાં માં દાડમની પેટીઓ નિચે વિદેશી દારુનો જથ્થો ભરેલ આવી રહી છે.

 

તેના આધારે તપાસ કરતાં એક ૪૦૭ ગાડીમાં ચેકીંગ કરતાં ગાડીની અંદર દારુ ભરેલ હતો.તેમાં કુલ મળી વિદેશીદારુની પેટી-૯૪ તેમાં રહેલ દારુની બોટલ ૩૭૨૦ કુલ મળી ૪,૫૧,૨૦૦ અને ગાડીની કિમત ૫,૦૦૦૦૦ મળી કુલ ૯,૫૧,૨૦૦ના મુદામાલ સાથે આરોપી વિપુલગર અમરતગર ગૌસ્વામી રહે કુંવતા,તા.દિયોદર,જી.બ.કા.વાળાને ઝડપી લિધો લઇ આગળની તપાસ થરા પોલિસ ચલાવી રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code