થરામાં ગાડીની ટક્કરથી વૃદ્ધાનું મોત, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

ભગવાન રાયગોર, કાંકરેજ કાંકરેજ તાલુકાના થરા પાલિકા વિસ્તારમાં બહુચર માતાજીના મંદિર પાસે આવેલ તાણા રોડ પર ગાડીની ટક્કરે વૃધ્ધાનું મોત થયાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. તાણા રોડ પર ઉભેલી કારના ડ્રાયવરે એક વૃધ્ધાને હડફેટે લીધા હતા. જેથી વૃદ્ધાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક કાંકરેજ
 
થરામાં ગાડીની ટક્કરથી વૃદ્ધાનું મોત, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

ભગવાન રાયગોર, કાંકરેજ

કાંકરેજ તાલુકાના થરા પાલિકા વિસ્તારમાં બહુચર માતાજીના મંદિર પાસે આવેલ તાણા રોડ પર ગાડીની ટક્કરે વૃધ્ધાનું મોત થયાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.

તાણા રોડ પર ઉભેલી કારના ડ્રાયવરે એક વૃધ્ધાને હડફેટે લીધા હતા. જેથી વૃદ્ધાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક કાંકરેજ તાલુકાના કંથેરીયા ગામની સંકુબેન શવાજી ઠાકોર (ઉ.વ.આશરે 60 વર્ષ) હોવાનું જાણવા મળે છે.