આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં નવનિર્માણ પામેલ જલારામ બાપાના મંદિરે આગામી તા.૭ માર્ચથી ૯ માર્ચ ૨૦૧૯ સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. આ પ્રસંગે સમગ્ર થરા શહેરમાં બાઈક રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૯ કલાકે બાઈક રેલી થરા જલારામ મંદિરેથી નીકળી વડા ગામની પ્રદક્ષિણા કરી થરા પરાગ પમ્પ, હાઈવે સ્થિત બહુચર માતાજી મંદિર, તાણા રોડ થઈ તાણા પહોંચી હતી. જયાં તાણા સરપંચ ગિરીશભાઈ પટેલ તથા પ્રાથમિક શાળાની બાલિકાઓએ પૂ.બાપાની પ્રતિમાને કંકુ તિલક કરી ફૂલહારથી સ્વાગત કર્યુ હતુ. ત્યાંથી આગળ જતાં ચામુંડા માતાજી મંદિર તાણાના ઘેઘૂર વડની નીચે ગરબા રમી, જામપૂર રોડ થઈ અમીધારા શોપિંગ, ટોટાણા રોડ, રૂની રોડ, દિયોદર ગરનાળું, ઉમિયા લાટી, જૂની પોલિશ ક્વાટર, જૂનું શાખ માર્કેટ, માર્કેટ ગરનાળા, પોલિસ સ્ટેશન, થઈ નિજ સ્થળે પહોંચી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા.

આ રેલીમાં કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ પી.વાઘેલા, એ.પી.એમ.સી ચેરમેન અણદાભાઈ પટેલ, થરા માજી.રાજવી પ્રુથ્વીરાજસિંહ સી.વાઘેલા, તાણા સરપંચ ગિરીશભાઈ પટેલ, થરા નાગરિક મંડળીના મેનેજર તરૂણ ભાઈ વિઠ્ઠલભાઈ ઠક્કર, થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ વિનોદજી આર.ઠાકોર, અણદાભાઈ એસ.પ્રજાપતિ, ઉમેશભાઈ વી.પ્રજાપતિ, નટવરલાલ કે.પ્રજાપતિ પ્રેસરિપોર્ટર બી.કે.ન્યૂઝ થરા,ખાનપૂરાવાસ વડા પ્રાથમિક શિક્ષક શૈલેષભાઈ દેવ, નંદુભા વાઘેલા પોલીસ, અલ્પેશભાઈ આર.પ્રજાપતિ, ઉમેદભાઈ રાવળ કોમ્પુટર તેમજ સમાજના સંગઠનો યુવાન મિત્રો સન્માનીય વડીલો પોતપોતાના બાઈક સાથે જલારામ મંદિર થરા ખાતે ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્યમાં સાથ સહકાર આપેલ હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code