આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી ૧૦ માર્ચે યોજાનાર છે. શનિવારે કોગ્રેસ પક્ષમાં થી પણ આ ચૂંટણીને લઇ કાંકરેજ માંમલદાર કચેરી ખાતે ફોર્મ ભરવામા આવ્યુ હતુ. શનિવારે કોગ્રેસ પક્ષમાથી જેશલસિંહ નાનુભા વાઘેલા દ્રારા તેમના કોગ્રેસ પક્ષ ના ટેકેદારો સાથે કાંકરેજ માંમલદાર કચેરી ખાતે ફોર્મ ભરવામા આવ્યુ હતુ. જ્યારે ભાજપમાથી પૃથ્વીરાજસિંહ વાઘેલા દ્રારા ફોર્મ ભરવામા આવ્યુ છે. ત્યારે વાઘેલા સામે વાઘેલા મેદાનમા ઉતરતાં રાજકારણ ગરમાયુ છે. ત્યારે હવે ચુટણી માટે કાંટાની ટક્કર એક જ સમાજના બન્ને ઉમેદવાર ચૂંટણી મેદાનમાં આવતા અનેક પ્રકારની અટકળોનો દોર શરૂ થઇ ગયો છે.
હવે 25 તારીખના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થયા પછી તારીખ 10 માર્ચ ને રવિવારે સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. શનિવારે કોગ્રેસ પક્ષના ફોર્મ રજૂ કરવા માટે દિયોદરના બી.કે. જોષી એડવોકેટ,(પ્રભારી કોંગ્રેસ) વિનાજી ઠાકોર,પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા, પુરણસિંહ વાઘેલા, અલ્પેશ શાહ,હેમુભાઈ જોષી કોંગ્રેસ પ્રમુખ, ગૌતમ જોષી, માહિપતસિંહ વાઘેલા, ઉપપ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ, ગણપતલાલ પુરોહિત, મુકેશ પરમાર(વકીલ) સહિત અનેક કોંગ્રેસના અગ્રણી અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતાઅને કાંકરેજ મામલતદાર રાજપૂતને વાઘેલા જેશલસિંહ નાનુભાએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી રજૂ કર્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code