ભગવાન રાયગોર, કાંકરેજ
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ એકમાત્ર થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને થરા સ્ટેટના માજી રાજવી પરિવારના મુળરાજસિંહ (બાબાલાલ) ચંદ્રસિંહ વાઘેલાનું લાંબી માંદગી બાદ ગઈ કાલે સવારે પાલનપુર હોસ્પિટલ ખાતે અકાળે નિધન થયું હતું. તેમના પરિવાર તેમજ થરા નગરવાસીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
થરાના રાજવીના દુઃખમાં નગરજનો વિશાળ સંખ્યામાં પાલખી યાત્રામાં જોડાઈ અશ્રુભરી શ્રદ્ધાજલી આપી હતી. હજારોની સંખ્યામાં ઉપસ્થિત સમગ્ર કાંકરેજ તાલુકામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આજપણ રાજવી પરિવાર પ્રત્યે લોકોનો આદર જળવાઈ રહ્યો છે, જે તસ્વીરમાં દ્રશ્યમાન ભીડથી જાણી શકાય છે કે આજપણ રાજવી પરિવારોની ખરા હ્યદયથી શ્રધ્ધાંજલિ અર્પણ કરતી પ્રજાના રાજવીના આત્માને ખરા અર્થમાં શાંતી મળશે.