રામજીભાઈ રાયગોર, પાલનપુર
કાંકરેજ તાલુકાના થરા પંથકમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ધો.11માં અભ્યાસ કરતો યતિન નામનો વિદ્યાર્થી બહેનના લગ્ન પ્રસંગે વતનમાં આવ્યો હતો. જે બે દિવસથી ગૂમ હોવાનું જાણવા મળતા પરિવારજનોનો આનંદ ગમગીન બની ગયો છે.
કડી ખાતે ધોરણ-11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છેલ્લા બે દિવસથી ગૂમ છે. આ બાબતે થરા પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી છે.