થરાદ: વિદેશી દારૂ ભરેલી મેજર ગાડી સહિત 3.5 લાખનો મુદ્દામાલ પકડાયો

અટલ સમાચાર,થરાદ (દશરથ ઠાકોર) બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા તથા એ.એ.ચૌધરી પો.સબ.ઇન્સ. એલ.સી.બીના માર્ગદર્શન મુજબમહેશભાઈ, નરેશભાઈ, પ્રકાશભાઈ, ભરતભાઇ, ધેગાજીની ટીમેં થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમી હકીકત આધારે ઝેટા ગામની સીમ પાસેથી નંબર, HR22F4352 ની મેજર ડીઆઈ ગાડી
 
થરાદ: વિદેશી દારૂ ભરેલી મેજર ગાડી સહિત 3.5 લાખનો મુદ્દામાલ પકડાયો

અટલ સમાચાર,થરાદ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા તથા એ.એ.ચૌધરી પો.સબ.ઇન્સ. એલ.સી.બીના માર્ગદર્શન મુજબમહેશભાઈ, નરેશભાઈ, પ્રકાશભાઈ, ભરતભાઇ, ધેગાજીની ટીમેં થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

થરાદ: વિદેશી દારૂ ભરેલી મેજર ગાડી સહિત 3.5 લાખનો મુદ્દામાલ પકડાયો

આ દરમ્યાન બાતમી હકીકત આધારે ઝેટા ગામની સીમ પાસેથી નંબર, HR22F4352 ની મેજર ડીઆઈ ગાડી પકડી જે ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલ નંગ-638 કી.રૂ 63,800નો તથા પાયલોટીગનુ બાઈક કી.રૂ, 40,000 તથા મોબાઈલ નં-2 કી.રૂ.1500, ગાડી કિ.રૂ.2,00,000 એમ કુલ મુદામાલ કિ.રૂ.3,05,300 કર્યો હતો.

પોલીસ તપાસ દરમ્યાન ગાડીનો ચાલક ગાડી મુકી નાસી જઈ તથા પાયલોટીગ બાઈકવાળો દલરામભાઈ કાંનજીભાઈ જાતે. ઠાકોર રહે.ઝેટા તા,થરાદ જી,બનાસકાંઠા પકડાઈ જઇ તથા માલ ભરાવનાર પ્રવિણભાઈ ચેલાભાઈ ઠાકોર રહે,ઘોડાસ તા,થરાદનાએ ગુનો કરેલ હોઈ ત્રણ ઈસમો વિરુદ્ધ થરાદ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.