થરાદ: ભીમઆર્મી દ્વારા 96 બહુજનોની મુક્તિ માટે આવેદનપત્ર અપાયું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) દીલ્હી ખાતે રવિદાસસજીના મંદિર તોડી પાડવાના મુદ્દે તારીખ 21-8-2019ના રોજ ભીમ આર્મી સ્થાપક ચંદ્રશેખર આઝાદના અધ્યક્ષ સ્થાને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ભીમ આર્મીના રાષ્ટ્રીય સંયોજક ચંદ્રશેખર આઝાદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતનસિંહ તેમજ અન્ય 96 બહુજનોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની તાત્કાલિક ધોરણે જેલમાંથી મુક્ત કરવા બનાસકાંઠા ભીમઆર્મી ઘ્વારા
 
થરાદ: ભીમઆર્મી દ્વારા 96 બહુજનોની મુક્તિ માટે આવેદનપત્ર અપાયું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

દીલ્હી ખાતે રવિદાસસજીના મંદિર તોડી પાડવાના મુદ્દે તારીખ 21-8-2019ના રોજ ભીમ આર્મી સ્થાપક ચંદ્રશેખર આઝાદના અધ્યક્ષ સ્થાને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ભીમ આર્મીના રાષ્ટ્રીય સંયોજક ચંદ્રશેખર આઝાદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતનસિંહ તેમજ અન્ય 96 બહુજનોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની તાત્કાલિક ધોરણે જેલમાંથી મુક્ત કરવા બનાસકાંઠા ભીમઆર્મી ઘ્વારા થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

થરાદ: ભીમઆર્મી દ્વારા 96 બહુજનોની મુક્તિ માટે આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા ભીમ આર્મી ઘ્વારા આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો તાત્કાલિક ધોરણે તેઓને જેલ મુક્ત નહિ કરવામાં આવે તો આખા ભારતમાં ઉગ્ર આંદોલનનો કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભીમ સૈનિકો અને સામાજીક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

થરાદ: ભીમઆર્મી દ્વારા 96 બહુજનોની મુક્તિ માટે આવેદનપત્ર અપાયું
advertise