આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

ઠાકરસિંહ થરાદ વાવના રબારી સમાજ અને કોંગ્રેસના આગેવાન છે

અટલ સમાચાર, ડીસા( અંકુર ત્રિવેદી)

બનાસકાંઠાના સરહદી પંથકમાં તંત્રની ઉદાસીનતાને કારણે કેનાલોમાં સફાઇ ન કરવામાં આવતા આંતરે દિવસે કેનાલો તુટવાના બનાવો બની રહ્યા છે. તેમજ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થતુ હોવાથી રોષ ફેલાયો હતો. રવિ સિઝનની વાવણી થઇ રહી હોવા છતાં પણ છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોચી ન શકતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતોના હિતને ધ્યાને લઇને કોંગ્રેસ અગ્રણીએ તંત્રને ચેતવણી આપી હતી. ઠાકરસિંહ થરાદ વાવ ના રબારી સમાજ અને કોંગ્રેસના આગેવાન છે.

ઠાકરસિંહએ કેનાલમાં પાણી બાબતે જલસમાધી લેવાની વિડિઓ વાયરલ કરી જાહેરાત કરી હતી. વિડિઓમાં રવિવાર સુધી પાણી છોડવાની વાત કહી હતી પણ પાણી ન આવતા જળ સમાધિ લેવા પહોંચ્યા હતા. પોતાની સાથે પ્રેસ નોટ લખીને ઠાકરસિંહ જળ સમાધિ લેવા પહોંચ્યા હતા. જો કે સોમવારે થરાદ પોલીસને જાણ કરતા સમજાવવાનો પ્રયત્ન હાથ ધર્યા પણ ન માનતા થરાદ પોલીસે અરેસ્ટ કર્યા હતા.

જો કે બીજી તરફ કોંગ્રેસ અગ્રણી દ્વારા ખેડૂતોના હિતમાં ઉપાડેલા મુદ્દાની સરાહના થઇ રહી છે. ત્યારે તેમની અટકાયત કરવામાં આવતા તંત્ર સામે ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો હતો. અને ચર્ચાઓ થતી હતી કે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે છતાં પણ તંત્ર કેનાલોની સફાઇ કરી રહી નથી. જેથી કેનાલોમાં ગાબડા પડવાનો સીલસીલો ચાલુ રહેતા પાણી ખેતરોમાં ફરી વળે છે અને ભારે નુકશાન ખેડૂતોને વેઠવુ પડી રહ્યુ છે.

કેનાલની ફાઇલ તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code