આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલસમાચાર,પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી-ર૦૧૯ની રાજયકક્ષાની ઉજવણી હાથ ધરાઇ છે. તે અંતર્ગત બનાસકાંઠા સંસદીય મત વિસ્તાર આયોજીત અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થરાદ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે મેગા કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવેલ જેમાં ભારત સરકારના મંત્રી હરિભાઇ ચૌધરી તેમજ પાણીપુરવઠા મંત્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતીમાં યોજાઇ ગયો.
આ પ્રસંગે ભારત સરકારના મંત્રી હરિભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે આરોગ્યલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત ૨૧,૩૮૮ લાભાર્થીઓને લાભ આપી રૂા.૪.૨૮ કરોડની સહાય ચૂકવવામાં આવેલ છે. ભારત સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૪૮૫ લાભાર્થી દ્વારા સારવાર લેવામાં આવેલ જેમાં રૂા.૮૩.૬૨ નો ખર્ચ સબંધિત હોસ્પિટલોને ચૂકવવામાં આવેલ ૧૫૮૫ કુપોષિત બાળકો પૈકી ૧૪૨૧ બાળકોને સારવાર આપી તંદુરસ્ત કરવામાં આવેલ. ચિરંજીવી યોજના હેઠળ ૧૩૪૯૭ લાભાર્થી, બાલસખા યોજના હેઠળ ૩૭૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત હદયના ૩૭૦, કિડની-૧૧૨, કેન્સર-૮૫, થેલેસેમીયા-૧૦બાળકોને સારવાર આપવામાં આવી છે. ભારત સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વીમા યોજના જેવી અનેક યોજનાઓનોલાભ લેવા અનુરોધ કર્યો હતો. અને શિક્ષણ ઉપર ભાર મૂકયો હતો.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બોડાણા, સંગઠનના ઉમેદસિંહજી ચૌહાણ, નગરપાલીકાના પ્રમુખ લવજીભાઇ વાણીયા,કાનજીભાઇ રાજપૂત, જીવરાજકાકા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.અરૂણભાઇ આચાર્ય, ર્ડા.શાહ, કોકીલાબેન પ્રજાપતિ કોર્પોરેટર, ડોકટરમિત્રો, કર્મચારીઓ, લાભાર્થી/દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

20 Sep 2020, 10:54 AM (GMT)

COVID-19 Global Stats

31,208,148 Total Cases
964,576 Death Cases
22,811,536 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code