આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જીલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે અજીત રાજીયાણ I/C પોલીસ અધીક્ષક બનાસકાંઠા પાલનપુર તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદની જીલ્લામા દારૂની પ્રવૃતી સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ પો.ઇન્સ જે.બી. આચાર્ય થરાદ પો.સ્ટે., જયેશકુમાર સવજીભાઇ અ.હે.કોન્સ ,અ.પો.કોન્સ નરેશભાઇ ધર્માભાઇ, એ.એસ.આઇ પ્રતાપસિંહ દેવાજી, અ.હેડ.કોન્સ રવાજીભાઇ રૂપસીભાઇ, અ.પો.કોન્સ દશરથભાઈ હીરાભાઈ, અ.પો.કોન્સ અમરાભાઇ મણાભાઇ સાથે તપાસમાં હતા.આ દરમ્યાન બાતમી મળેલ કે એક ટ્રક નં.RJ.04.GA.0489 સાચોર બાજુથી આવે છે અને જે ડીસા થઇ અમદાવાદ બાજુ જનાર છે અને જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે.

બાતમીના આધારે નાકાબંધી કરી વજેગઢ ગામના પાટીયા પાસે વોચમાં રહેતાં ઉપરોકત ટ્રક નં.RJ.04.GA.0489 સનફ્લાવર હોટલ પાસે રોડ ઉપર આવતાં જેને રોકાવી જોતાં તેમાથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂની પેટી નંગ-૧૬૬ બોટલ નંગ-૧૯૯૨ કિ.રૂ.૯,૯૬,૦૦૦નો તથા ટ્રક નં.RJ.04.GA.0489 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦તથા મોબાઇલ નંગ-૧ તથા રોકડા રૂપીયા મળી કુલ કિ.રૂા. ૧૪,૯૭,૬૦૦નો મુદ્દામાલ ઝડપાઇ ગયો હતો. પોલીસે ટ્રકચાલક ધોલારામ આસુરામ જાતે.વિષ્નોઇ રહે.કંબોલી (ચેનપુરા) તા.ગુડામાલાણી જી.બાડમેર રાજસ્થાનને પકડી તથા પ્રકાશ વિશ્નોઇ રહે.સીવાડા, તા.સાંચોરએ દારૂ ભરાવી આપી તથા હનુમાન અમરારામ વિશ્નોઇ મુળ રહે.સીવાડા તા.સાંચોર હાલ રહે.ઓઢવ અમદાવાદએ મંગાવેલ હોઇ ત્રણેય વિરૂધ્ધ પો.સ્ટેમા પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code