થરાદ: વિદેશી દારૂ ભરેલ માર્શલ ગાડી પકડી પાડતી LCB બનાસકાંઠા

અટલ સમાચાર સુઇગામ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના મહેશભાઈ, ભરતભાઈ, ધેગાજીની ટીમેં થરાદ પો.સ્ટે. વિસ્તારમાં વાંતડાઉ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. વાહન ચેકિંગ દરમ્યાન એક માર્શલ ગાડી આવતાં ઊભી રાખવાનો ઈશારો કરતાં ચાલકે ગાડી ભગાડી
 
થરાદ: વિદેશી દારૂ ભરેલ માર્શલ ગાડી પકડી પાડતી LCB બનાસકાંઠા

અટલ સમાચાર સુઇગામ

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા  પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના મહેશભાઈ, ભરતભાઈ, ધેગાજીની ટીમેં થરાદ પો.સ્ટે. વિસ્તારમાં વાંતડાઉ ચેકપોસ્ટ  પર  વાહન ચેકિંગમાં હતા.

થરાદ: વિદેશી દારૂ ભરેલ માર્શલ ગાડી પકડી પાડતી LCB બનાસકાંઠા

વાહન ચેકિંગ દરમ્યાન એક માર્શલ ગાડી આવતાં ઊભી રાખવાનો ઈશારો કરતાં ચાલકે ગાડી ભગાડી હતી. જેથી પોલીસે ફીલ્મી ઢબે તેનો પીછો કરી દુધવા ગામની સીમમાં નાકાબંધી કરી માર્શલ ગાડી નંબર GJ.8 AE.5317 જેનો ચાલક ગાડી મુકી નાસી ગયો હતો. આ માર્શલ ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની કુલ બોટલ નંગ-816 કી.રૂ 81,600 તથા ગાડી કી.રૂ. 1,00,000 એમ કુલ મુદામાલ કી,રૂ,1,61,600નો કબજે કરી પોલસે આગળની તપાસ હાથ ધરી છે.