આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં અને ભારત દેશનુ સાર્વભૌમત્વ ટકાવી રાખનાર અખંડ ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મેવાડની શોર્ય ભુમિ કુમ્ભલગઢ, રાજસ્થાનના મહારાણા ઉદયસિંહજીના મહારાણી જીવત કંવરજીના કૂખે ૯ મી મે ૧૫૪૦ના જન્મ ધારણ કરનાર, ઇતિહાસમાં વિરતા અને દ્રઢ પ્રાણ માટે અમર રહેનાર મહારાણા પ્રતાપસિંહજીના ૪૭૯ ના જન્મ જયંતીના ભાગ રુપે સમગ્ર ભારતવર્ષમાં ઠેર-ઠેર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ૯ મે ગુરૂવાર રોજ સવારે ૧૦ કલાકે કાંકરેજ તાલુકા ક્ષત્રિય દરબાર સમાજના નવ યુવાનો અને બનાસકાંઠા મહાકાલ સેના દ્વારા થરા સદુભા પાટીમાં આવેલ કચેરીથી ડી.જે.સાઉન્ડના તાલે અશોક બારોટના સ્વ.મધુરે શૌર્યના ગાન સાથે બાઇક રેલી નીકળી હતી. આ રેલી શ્રી ઝાઝાવડા વાળીનાથ મંદીર ,નગર પાલિકા રોડ, જૂના શાક માર્કેટ, હાઇવે સર્વિસ રોડ, માર્કેટયાર્ડ ગરનાળુ, હાઇસ્કુલ રોડ, જૈન દાદાવાડી થઇને તેરવાડિયા વાસના નાકે ચોકમાં આવેલ પ્રતિમાને ફુલ હાર ચડાવી શ્રધ્ધા સુમન અર્પણ કરી સૌ છુટા પડ્યા હતા.

આ રેલીમા સમગ્ર કાંકરેજ તાલુકાના ક્ષત્રિય દરબાર સમાજના તેમજ મહાકાલ સેનાના યુવાનો, વડીલો પોતાના બાઇકો અને ગાડીઓ સાથે બહુ મોટી સંખ્યામાં હાજર રહીને રેલીમા જોઙાયા હતા.આ રેલિમાં થરા પોલીસ સ્ટાફ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત પુરો પાડવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code