tharad maheshwari samaj
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, થરાદ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક સેવાભાવી સમાજના લોકો સેવા કરતા હોય છે. ત્યારે મંગળવારે મહેશ્વરી સમાજ દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ શરબતનો લાભ લીધો હતો. મહેશ્વરી સમાજનો 5151મો ઉત્પત્તિ દિવસ હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શરબતનું વિતરણ કરી ઉત્પત્તિ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 15 હજારથી વધુ લોકોએ શરબતનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શરબત વિતરણમાં સમાજના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો. શરબત વિતરણ કાર્યક્રમમાં મહેશ્વરી શરણભાઈ, મહેશ્વરી સુભાષભાઈ, મહેશ્વરી વાસુભાઈ, મહેશ્વરી શ્રવણભાઈ સહિત મહેશ્વરી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી સેવાભાવી કાર્યમાં સહભાગી બન્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code