આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,થરાદ 

સમગ્ર વિશ્વમાં કોરાના વાયરસએ કહેર વર્તાવ્યો છે. આ તરફ સેવાભાવી સંસ્થાઓ દ્રારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને રાશન કીટ આપવામાં આવી રહી છે. થરાદમાં પણ ગરીબ અને વિધવા સ્ત્રીઓ જે રોજ કમાઈ અને રોજ ખાતા લોકોને 200 જેટલી કિટોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. થરાદમાં જનતા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્રારા કરાયેલા આ સરાહનિય કાર્યના લોકો વખાણ કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદમાં જનતા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને 200 જેટલી કિટોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ દરમ્યાન ખાસ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ વિતરણ કર્યું હતું. આમાં ખાસ કરીને વિધવા અને ગરીબ અને નિરાધાર લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે જનતા ફાઉન્ડેશન દ્વારા દાન માટેની પણ અપીલ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code