થરાદની ખારાખોડા ગામની સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ કરાયુ

અટલ સમાચાર,થરાદ ઉત્તર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો ઘ્વારા ગરીબોના અનાજનું બારોબારીયુ કરાતુ હોવાની ફરીયાદ વારંવાર ઉઠતી હોય છે ત્યારે ૭ ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ખારાખોડા ગામની સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગ ઘ્વારા ઓચીંતી તપાસ કરતા ગેરરિતિ સામે આવતા પુરવઠા અધિકારીએ તાત્કાલિક અસરથી દુકાનનું લાયસન્સ રદ કરી 3 લાખ રૂ.દંડ દુકાનદારને ફટકાર્યો છે. વિગત
 
થરાદની ખારાખોડા ગામની સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ કરાયુ

અટલ સમાચાર,થરાદ

ઉત્તર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો ઘ્વારા ગરીબોના અનાજનું બારોબારીયુ કરાતુ હોવાની ફરીયાદ વારંવાર ઉઠતી હોય છે ત્યારે ૭ ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ખારાખોડા ગામની સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગ ઘ્વારા ઓચીંતી તપાસ કરતા ગેરરિતિ સામે આવતા પુરવઠા અધિકારીએ તાત્કાલિક અસરથી દુકાનનું લાયસન્સ રદ કરી 3 લાખ રૂ.દંડ દુકાનદારને ફટકાર્યો છે.

વિગત અનુસાર બનાસકાંઠાના થરાદ તાલુકાના ખારાખોડા ગામ ખાતે સસ્તા અનાજની દુકાનું ગરીબ પરિવારો માટે આવતુ અનાજ દુકાનદાર ઘ્વારા બારોબાર વેચાતુ હોવાની ફરીયાદ પુરવઠા અધિકારીને મળતા તેમણે સ્થળ પા તપાસ કરતા સમગ્ર મામલે ગેરરિતિ બહાર આવતા પુરવઠા અધિકારીએ તાત્કાલિક અસરથી તે સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ કરી 3 લાખ રૂ.દંડ ફટકારતા સમગ્ર પંથકમાં દુકાનદારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.