આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,થરાદ

બનાસકાંઠા પોલીસ અધિક્ષકની સુચનાને આધારે પી.આઇ. જે.બી આચાર્ય અને થરાદ મથકના કર્મચારીઓ રવજીભાઇ રૂપસીભાઇ, દેવગર રતનગર મોંઘીબેન ભુદરાભાઇ નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન થરાદ મથકના બંન્ને પી.એસ.આઇ એલ.પી.રાણા અને કે.જી.પરમાર પણ નાઇટ રાઉન્ડમાં હોઇ બુઢણપુર પાસે નાકાબંધી કરીને ઉભા હતા. તે દરમ્યાન બાતમીને આધારે એક કારમાંથી પોલીસે ૭૧,૬૦૦નો વિદેશી દારૂ કબજે કર્યો હતો.

નાઇટ રાઉન્ડ દરમ્યાન પી.આઇ. જાણદી ગામના પાટીયા પાસે આવતાં જીજે.૦૮.એબી.૩૪૪૮ નંબરની કાર હાઇવેથી ગામ તરફ વળતાં પોલીસે શંકાના આધારે પીછો કરતાં ચાલકે કાચા નેળીયામાં ભગાવી હતી. તેમજ થોડે દુર જઇ બાવળના જાડ સાથે અથડાવીને ચાલક નાસી છુટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાં ૧૨ પેટીમાં રહેલી ૫૪૨ બોટલ કિંમત રૂપીયા ૭૧૬૦૦નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ તથા કાર રૂ. ૪ લાખ મળીને કુલ . ૪,૭૧,૬૦૦નો મુદ્દામાલ કબજે હતો. તેમજ કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code