આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વાવ (અલ્પેશ ચૌધરી)

૭૦માં વન મહોત્સવ ૨૦૧૯ અંતર્ગત રાજ્ય સરકાર દ્રારા વૃક્ષારોપણ કરવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ૧૫૧ થી વધુ ગામોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો થકી મારૂ બનાસકાંઠા હરિયાળું બનાસકાંઠાના મિશન અંતર્ગત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રેરિત સ્વામી વિવેકાનંદ મંડળ પીલૂડા દ્રારા થરાદ તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમનું નાયબ કલેક્ટર વી.સી.બોડાણાના અધ્યક્ષ સ્થાને સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પીલૂડા ખાતે યોજાયો. હતો.

add bjp

વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહેમાનો દ્રારા પૂજાવિધિ સાથે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે ૧૫૦,ગામની પ્રાથમિક શાળામાં ૧૦૦, ગોલીયા શાળામાં ૧૦૦, સા.આ. કેન્દ્ર માં ૧૦૦, રાજારામ મંદિર ૨૦૦,અને પંચાયત, આંગણવાડી ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. જેમાં વી.સી. બોડાણા,પ્રાંત અધિકારી, ભાગોરા મામલતદાર, ઉમજીબા ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ,રૂપેશીભાઈ પટેલ તા.ભાજપ પ્રમુખ, પી.જી.ચૌધરી આર.એફ.ઓ. વનવિભાગ, પી .આર.ચૌધરી.વનસંરક્ષણ, હેમાભાઈ પટેલ ફોરેસ્ટર વિનોદભાઈ પટેલ, જિલ્લા સંયોજક, રાણાભાઈ પુરીહિત તાલુકા સંયોજક, શૈલેષભાઇ ચૌધરી પ્રમુખ સ્વામી વિવેકાનંદ મંડળ, બળવંતસિંહ ચૌહાણ તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ હરિબેન રાજપૂત, તમામ શાળાના આચાર્યો તથા એસએમસી અધ્યક્ષ, સ્કૂલના બાળકો અને વાલી મિત્રો તથા ગામના આગેવાનોએ હાજરી આપી હતી. સરસ્વતી પ્રા.વિદ્યામંદિર પરિવાર ટ્રસ્ટી નરેશભાઈ અને સ્વામી વિવેકાનંદ મંડળના સભ્યોએ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code