આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,થરાદ

થરાદ તાલુકાના ભુરીયા ગામમાં ગુરૂવારના રોજ ભુરીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિધાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તથા કાર્યક્રમ બાદ ભુરીયા પ્રાથમિક શાળા પરિવાર તરફથી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના 350 વિધાર્થીઓને દૂધપાક, પુરી,તથા સૂકીભાજી નું તિથીભોજન આપવામાં આવ્યું હતું.

શાળાના પ્રિન્સીપાલ તથા સ્ટાફગણના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. છઠ્ઠા ધોરણની વિધાર્થીની બહેનો દ્વારા વિદાય લઇ રહેલાં વિધાર્થીઓને માટે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે તેવું વિદાયગીત રજૂ કર્યું હતું. શાળાના શિક્ષક ગીરીશભાઈ પરમારે વિધાર્થીઓને સંબોધનમાં રસ્તા વચ્ચે પથ્થરની સરસ વાર્તા સંભળાવી હતી. વિદાય લેનાર વિધાર્થીઓએ સંબોધનમાં જણાવ્યું હતું કે અમે જેના થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા ગુરુજનોને તથા શાળામાંથી મળેલાં સંસ્કારોને અમે કયારે નહીં ભુલીયે.

શાળાના પ્રિન્સીપાલ તથા શિક્ષકોએ વિદાય લેનાર વિધાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રગતિ માટે વિદાય આવશ્યક છે. તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ મુકામ પ્રાપ્ત કરી શાળા અને ગામનું નામ રોશન કરો તેવી અપેક્ષા સહ શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લેતા વિધાર્થીઓને પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય રામભાઈ પુરોહિત તથા માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ પાયલબેન પટેલ તરફથી પેન ભેટ આપી વિદાય આપી હતી. વિદાય લેતા વિધાર્થીઓ દ્વારા શાળા પરિવારને સરસ્વતી માતાનું મંદિરની ભેટ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ભુરીયા પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ ધનાભાઈ પટેલ, માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ પાયલબેન પટેલ, ભાવાભાઈ બ્રાહ્મણ, હરદાસભાઈ પટેલ, એબીવીપીના જીલ્લા કારોબારી સદસ્ય સી.જી.પટેલ સહિત તમામ સ્ટાફગણ, અગ્રણીઓ તથા વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code