આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વાવ

થરાદ તાલુકાની કમાળી પ્રાથમિક શાળામાં ધોરણ:-8ના વિધાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સી.આર.સી. કોર્ડિનેટર તેજસભાઈ માળી, લખાપુરાના પ્રિન્સીપાલ જે.કે.રબારી, કમાળી ગોળીયા શાળાના પ્રિન્સીપાલ ટી.પી.પટેલ તથા એસ.એમ.સી. અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. વિદાય લેતાં વિધાર્થીઓ માટે ધોરણ:-7 ની વિધાર્થીની બહેનો દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. વિદાય લેતા વિધાર્થીઓએ શાળા પરિવારને સ્મૃતિ ચિન્હરૂપે લેક્ચર ટેબલની સપ્રેમ ભેટ આપવામાં આવી હતી. શાળાની શિક્ષિકા લલિતાબેન તથા પન્નાબેન પટેલ દ્વારા શાળાના 300 વિધાર્થીઓને તિથીભોજન આપ્યું હતું.

આ ઉપરાંત તમામ શિક્ષકોએ વિદાય લેનાર વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી, તથા જે.બી.નિનામાં અને ડી.એમ.ચૌહાણ દ્વારા વિદાય લેતા વિધાર્થીઓમાંથી શ્રેષ્ઠ અને શિસ્તબંધ વિધાર્થીઓને બેગ આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રિન્સીપાલ આયદાનભાઈ બી.સોલંકી, પંકજભાઈ સોલંકી, યુ.એલ.પ્રજાપતિ, ડી.ટી.સાધુએ કાર્યક્રમને સાર્થક બનાવવા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શિક્ષક પરખાભાઈ રબારીએ કર્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code