આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, થરાદ

થરાદમાં મોબાઇલની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરતા વેપારીઓમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. ભરતભાઇ હોથીભાઇ બ્રાહ્મણની નગરના બળીયા હનુમાનચોક પાસે આવેલા ચામુંડા કોમ્પલેક્ષમાં આનંદ મોબાઇલ નામની દુકાનમાં ગત રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરો દ્વારા તેમની મોબાઇલની દુકાનનું તાળું તોડવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જીલ્લાના થરાદમાં મોબાઇલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. બળીયા હનુમાનચોક પાસે આવેલા ચામુંડા કોમ્પલેક્ષમાં ભરતભાઇ હોથીભાઇ બ્રાહ્મણની આનંદ મોબાઇલ નામની દુકાનમાં આવેલ છે. જેમાં ચોર તત્વો શટર ઉંચુ કરી તેમાં રહેલા ગ્રાહકોના રીપેરીંગ કરવા માટે આવેલા ૧૦ જેટલા મોબાઇલ અને ૨૦ હજારની અંદાજીત કિંમતની એસેસિરીઝ તથા પાંચ હજારની રોકડ મળીને ૩૫થી ૪૦ હજારની મત્તાની ચોરી કરી ગયા હતા.

આ અંગે તેમણે તપાસ કરતાં બાજુમાં આવેલા કુળદેવી મોબાઇલ નામની દુકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડ્‌યું હતું. તસ્કરોએ ચાર પાંચ દિવસ પહેલાં માર્કેટયાર્ડની બહારની સાઇડમાં આવેલી ઓમ મોબાઇલ નામની દુકાનમાં પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ભરતભાઇએ થરાદ પોલીસ મથકમાં લેખિત જાણ પણ કરી હતી. થરાદમાં ચોરીઓના વધી રહેલા બનાવોને લઇને ચકચાર મચી જવા પામી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code