થરાઃકોલસાનો કાળો કારોબાર, કાળી રાતે તંત્ર ત્રાટક્યું, લાખોનો કોલસો જપ્ત

અટલ સમાચાર, સુઇગામ નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા વનવિભાગની ટીમે કાંકરેજ તાલુકાના થરામાં ભાભર રોડથી રાણકપુર બાજુ આવેલા એક ગોડાઉનમાંથી કોલસાનો ગેરકાયદેસર વેપાર કરતા હોવાની જાણને આધારે રાત્રીના સમયે તપાસ હાથ ધરી એક સો-મીલને સીલ કરાઈ હતી. કુદરતી સંપત્તીનો ગેરકાયદેસર વેપાર કરતા વ્યક્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં
 
થરાઃકોલસાનો કાળો કારોબાર, કાળી રાતે તંત્ર ત્રાટક્યું, લાખોનો કોલસો જપ્ત

અટલ સમાચાર, સુઇગામ

નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા વનવિભાગની ટીમે કાંકરેજ તાલુકાના થરામાં ભાભર રોડથી રાણકપુર બાજુ આવેલા એક ગોડાઉનમાંથી કોલસાનો ગેરકાયદેસર વેપાર કરતા હોવાની જાણને આધારે રાત્રીના સમયે તપાસ હાથ ધરી એક સો-મીલને સીલ કરાઈ હતી.  કુદરતી સંપત્તીનો ગેરકાયદેસર વેપાર કરતા વ્યક્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થરાઃકોલસાનો કાળો કારોબાર, કાળી રાતે તંત્ર ત્રાટક્યું, લાખોનો કોલસો જપ્તપ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં આવેલ થરામાં કોલસાનો ગેરકાયદેસર રીતે વેપાર થતો હોઈ વન વિભાગે તપાસ હાથ ધરી હતી. ભાભર રોડથી રાણકપુર-પાલનપુર રોડ પાસે વનતંત્રની ટીમ આર.એલ.જલંધરા મદદનીશ વનસંરક્ષક, ટી.એસ.ચૌધરી આરએફઓ-થરાદ તેમજ દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર, ઈકબાલગઢ સહિતના વન અધિકારીઓ  થરા ખાતેના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.

જેમા 3.5 લાખની રકમનો એક હજારથી બારસો બોળી ગેરકાયદેસર કોલસો મળી આવ્યો હતો. ગેરકાયદેસર રીતે કબજે રાખેલ કોલસો જીગરભાઇ ઠક્કરનો હોવાનું વનવિભાગ અધિકારી દ્વારા જણાવ્યું હતું. આજ ગોડાઉનમાંથી બીનકાયદેર રીતે અને લાઇસન વિના ચાલતી સો મીલને પણ સીલ મારી સીજ કરવામા આવી હતી. તેમજ ઝડપાયેલ માલ જપ્ત કરી થરાદ વન વિભાગને સોપવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે વનવિભાગ અધિનીયમ મુજબ કાયદેર કાર્યવાહી કરવામા આવી છે. વનવિભાગની રાત્રીના થયેલી કાર્યવાહીથી સ્થાનિકો આનંદમાં આવી ગયા છે. હાલમાં બીન કાયદેસર રીતે લાકડાનો વેપાર કરતા વેપારીઓમા ફફડાટ ફેલાયો છે.

સૂત્રોનું માનીએ તો કાંકરેજ વિસ્તારમાં વનવિભાગના અધિકારી વધુ તપાસ કરે તો થરા, શિહોરી, ખિમણા, કંબોઇ સહીતના વિસ્તારોમાં આ રીતે ચાલતી સો-મીલો ઝડપાય તેમ છે.