આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

બનાસકાંઠા જીલ્લાની થરા નગરપાલિકામાં અઢી વર્ષના ટર્મ માટે પ્રમુખની ચુંટણી પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત વખતે સિકકો ઉછાળી નસીબના જોરે કોંગ્રેસે જીત મેળવ્યા બાદ આંતરિક વિખવાદથી સત્તાપલટો થયો છે. કોંગ્રેસના ૧ર પૈકી ર સભ્યોએ બગાવત કરતા પાલિકામાં ભાજપની સત્તા આવી છે. જેનાથી ઉત્તર ગુજરાતની પંચાયત પાલિકામાં કોંગ્રેસ માટે વધુ એક ગાબડું પડયુ છે.
થરા પાલિકાની અગાઉની ચૂંટણીમાં ૧ર કોંગ્રેસ અને ૧ર ભાજપના ઉમેદવારો જીત્યા હતા. જોકે, પ્રમુખ -ઉપપ્રમુખની ચૂંટણીમાં સિકકો ઉછાળતા કોંગ્રેસની સત્તા આવી હતી. આ પછી ભાજપના એક નગરસેવકનું મૃત્યુ થયુ હતુ. આથી ગુરૂવારે ફરી એકવાર અઢી વર્ષની ટર્મ માટે હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રીયામાં કોંગ્રેસની સત્તા આવે તેમ હતી. જોકે, ભારે ગરમા-ગરમી વચ્ચે ચૂંટણી શરૂ થતા કોંગ્રેસના ૧ર માંથી ર નગરસેવકો અંબાબેન મકવાણા અને કરીમખાન ગોરીએ ક્રોસ વોટિંગ કરતા ભાજપ તરફી 13 જયારે કોંગ્રેસ તરફી ૧૦ મત પડયા હતા. જેથી પ્રમુખ તરીકે ભાજપના ભારતીબેન અખાણી અને ઉપપ્રમુખ તરીકે વસંતજી ઘંઘોસને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતની બે તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત રજુ થયા બાદ પાલિકા ગુમાવતા કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે.

20 Sep 2020, 11:07 AM (GMT)

COVID-19 Global Stats

31,024,123 Total Cases
962,060 Death Cases
22,622,373 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code