આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી

ચાણસ્માની પીંપળ પ્રાથમિક શાળામાં આજે ૭૦ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પીંપળ પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યકમોમાં ભાગ લીધો હતો. સાથે ગ્રામજનો ઘ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. પીંપળ ગામમાં ૧ વર્ષમાં જન્મેલી દિકરીઓનું (બેટી બચાવો,બેટી પઢાઓ) અંતર્ગત ખાસ સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રંસગે પીંપળ ગામના સરપંચ વિમળાબેન અરવિંદભાઇ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય વાઘજીભાઇ દેસાઇ, પીંપળ માધ્યમિક શાળાના વિધાર્થીઓ, શાળાના શિક્ષકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code