ધાનેરા કોંગ્રેસ દ્રારા રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આવેદનપત્ર અપાયુ
અટલ સમાચાર,ડીસા કેન્દ્ર સરકાર દ્રારા ખેડૂતોને આર્થિક સહાયની યોજનાની જાહેરાતના વિરુદ્ધમાં ધાનેરા કોંગ્રેસે ધાનેરા પ્રાંતઅધિકારીને આવેદનપત્ર આપીને સરકારની નીતિઓને વખોડી હતી. આ સાથે રજુઆત કરતા જણાવ્યું હતું કે આ સરકારે ખેડૂતોની કમર ભાગી નાખી છે અને ખેડૂતોની મજાક કરવામાં કયાંય પાછી પાની કરી નથી. જો સરકાર ખેડૂત લક્ષી યોજના પર ધ્યાન નહીં આપે તો ભવિષ્યમાં
Feb 7, 2019, 13:14 IST

અટલ સમાચાર,ડીસા
કેન્દ્ર સરકાર દ્રારા ખેડૂતોને આર્થિક સહાયની યોજનાની જાહેરાતના વિરુદ્ધમાં ધાનેરા કોંગ્રેસે ધાનેરા પ્રાંતઅધિકારીને આવેદનપત્ર આપીને સરકારની નીતિઓને વખોડી હતી.
આ સાથે રજુઆત કરતા જણાવ્યું હતું કે આ સરકારે ખેડૂતોની કમર ભાગી નાખી છે અને ખેડૂતોની મજાક કરવામાં કયાંય પાછી પાની કરી નથી. જો સરકાર ખેડૂત લક્ષી યોજના પર ધ્યાન નહીં આપે તો ભવિષ્યમાં કોંગ્રેસ જન આંદોલન પર ઉતરી આવશે. ધાનરેા પ્રાંત ઓફીસ આગળ કોંગ્રેસના તમામ આગેવાનો હાજર રહી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.