અથડામણઃ સરહદે સેનાની મોટી કાર્યવાહી 3 નક્સલીઓનો ઠાર, મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત

અટલ સમાચાર, ડેસ્ક છત્તીસગઢના બીજાપુર અને તેલંગાણાના મુલગુ બોર્ડર પર થયેલી અથડામણ બાદ પોલીસને ઘટના સ્થળેથી ભારે પ્રમાણમાં AK-47 અને રાયફલ મળ્યા છે, જેને જપ્ત કરી લીધા છે. ખાનગી માહિતીના આધારે તેલંગાણા પોલીસ અને તેલંગાણા ગ્રે હાઉન્ડસ કાર્યવાહી કરી.સત્તીસગઢ-તેલંગાણા સરહદે નક્સલીઓ સાથે અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટરમાં 3 નક્સલી માર્યા ગયા છે.
 
અથડામણઃ સરહદે સેનાની મોટી કાર્યવાહી 3 નક્સલીઓનો ઠાર, મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત

અટલ સમાચાર, ડેસ્ક

છત્તીસગઢના બીજાપુર અને તેલંગાણાના મુલગુ બોર્ડર પર થયેલી અથડામણ બાદ પોલીસને ઘટના સ્થળેથી ભારે પ્રમાણમાં AK-47 અને રાયફલ મળ્યા છે, જેને જપ્ત કરી લીધા છે. ખાનગી માહિતીના આધારે તેલંગાણા પોલીસ અને તેલંગાણા ગ્રે હાઉન્ડસ કાર્યવાહી કરી.સત્તીસગઢ-તેલંગાણા સરહદે નક્સલીઓ સાથે અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટરમાં 3 નક્સલી માર્યા ગયા છે. પોલીસે તેલંગાણાના મુલગુ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે અને ત્રણ નક્સલીઓના મૃતદેહ જપ્ત કર્યા છે.

અટલ સમાચારને શેર કરવા અહીં ક્લીક કરો

અગાઉ રવિવારે બિહારના લખીસરાય જિલ્લામાં પોલીસ અને નક્સલીઓની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પોલીસે એક હાર્ડકોર નક્સલીને ઠાર માર્યા હતા. અથડામણ બાદ પોલીસે નક્સલીઓની નજીકથી એક એક-47 અને કેટલાક અન્ય હથિયાર પણ જપ્ત કર્યા હતા. નક્સલીઓએ એક ડીલરના પુત્રનુ અપહરણ કરી લીધુ હતુ. આને લઈને અથડામણ થઈ, જેમાં કેટલાક અન્ય નક્સલી પણ ઈજાગ્રસ્ત થયા છે. લખીસરાયના પીરી બજાર વિસ્તારના ચૌખરા ગામમાં શનિવારે રાતે લગભગ સાડા-નવથી દસ વાગ્યાની આસપાસ લગભગ 15થી 20ની સંખ્યામાં આવેલા નક્સલી અહીંના એક ડીલર ભાગવત મહતોના અપહરણ કરવા પહોંચ્યા હતા.