હવે કોઈપણ ગેરેન્ટરી વગર ખેડૂતોને 1.6 લાખ રૂપિયા સુધીની લોન મળશે

આરબીઆઈએ મોંઘવારીમાં નરમીને જોતાં પોલીસી રેટ્સમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. ત્યારબાદ રેપો રેટ 6.50 ટકાથી 6.25 ટકા થઈ ગયો છે. જેને લઇને બેન્ક પાસેથી લોનના વ્યાજ દર સસ્તી થવા અને ઈએમઆઈ ઘટવાની આશા વધી ગઈ છે.એસબીઆઈએ પોતાના રિસર્ચ રિપોર્ટમાં કહ્યું છે કે આરબીઆઈ રેપો રેટમાં 0.25 ટકા કાપ મૂક્યો છે તેથી તેનો સામાન્ય લોકોને
 
હવે કોઈપણ ગેરેન્ટરી વગર ખેડૂતોને 1.6 લાખ રૂપિયા સુધીની લોન મળશે

આરબીઆઈએ મોંઘવારીમાં નરમીને જોતાં પોલીસી રેટ્સમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. ત્યારબાદ રેપો રેટ 6.50 ટકાથી 6.25 ટકા થઈ ગયો છે. જેને લઇને બેન્ક પાસેથી લોનના વ્યાજ દર સસ્તી થવા અને ઈએમઆઈ ઘટવાની આશા વધી ગઈ છે.એસબીઆઈએ પોતાના રિસર્ચ રિપોર્ટમાં કહ્યું છે કે આરબીઆઈ રેપો રેટમાં 0.25 ટકા કાપ મૂક્યો છે તેથી તેનો સામાન્ય લોકોને પણ તેનો ફાયદો મળશે. હોમ, ઓટો અને પર્સનલ લોનની ઈએમઆઈ ઓછી થઈ જશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ છઠ્ઠી મૌદ્રિક સમીક્ષી નીતી જાહેરાત કરી રેપો રેટ 6.5 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. રેપો રેટ ઘટવાથી હવે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે. RBIનું કહેવું છે કે, 2019-20માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા રહી શકે છે. જ્યારે મોંઘવારી દર 2019-20 માટે પ્રથમ ક્વાર્ટરમાં 3.2 ટકા, બીજામાં 3.4 ટકા, ત્રીજા હાફમાં 3.9 ટકા રહી શકે છે. આરબીઆઈએ મોટો નિર્ણય કરતાં, ખેડૂતોને મળનારી લોનની મર્યાદા વધારી છે. હવે કોઈપણ ગેરેન્ટરી વગર ખેડૂતોને 1.6 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે, પહેલા આ મર્યાદા 1 લાખ રૂપિયા સુધીની હતી તેના ટૂંક સમયમાં નોટિસ જારી કરવામાં આવશે.નોધનીય છે કે, આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસના કાર્યકાળની આ પહેલી સમીક્ષા બેઠક છે. દાસે 12 ડિસેમ્બરે આરબીઆઈનું સુકાન સંભાળ્યું છે.

અગાઉના દરો
– રેપો રેટ 6.5 ટકા, – રિવર્સ રેપો રેટ 6.25 ટકા, – સીઆરઆર 4 ટકા,- એસએલઆર રેટ 19.5 ટકા, – એમએસએફ 6.75 ટકા