રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચુંટણી અધિકારી બન્યા સાબરકાંઠા કલેક્ટર કુ.પ્રવિણા

અટલ સમાચાર, મહેસાણા રાજ્ય ચુંટણીપંચ દ્વારા 25મી જાન્યુઆરીના મતદાતા દિવસ નિમિત્તે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ અધિકારીઓની પસંદગી કરી છે.જેમાં સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ જિલ્લા ચુંટણી અધિકારી અને શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે સાબરકાંઠા જિલ્લાએ બાજી મારી છે. એક જ જિલ્લાના બે અધિકારીઓની પસંદગીમાં ઉત્તર ગુજરાત મોખરે રહ્યું છે. ચુંટણીપંચના સ્થાપના દિવસની 25મી જાન્યુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ
 
રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચુંટણી અધિકારી બન્યા સાબરકાંઠા કલેક્ટર કુ.પ્રવિણા

અટલ સમાચાર, મહેસાણા

રાજ્ય ચુંટણીપંચ દ્વારા 25મી જાન્યુઆરીના મતદાતા દિવસ નિમિત્તે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ અધિકારીઓની પસંદગી કરી છે.જેમાં સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ જિલ્લા ચુંટણી અધિકારી અને શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે સાબરકાંઠા જિલ્લાએ બાજી મારી છે. એક જ જિલ્લાના બે અધિકારીઓની પસંદગીમાં ઉત્તર ગુજરાત મોખરે રહ્યું છે.

ચુંટણીપંચના સ્થાપના દિવસની 25મી જાન્યુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્ય ચુંટણીપંચે શુક્રવારે મતદાતા દિવસ 2019ની ઉજવણી માટે સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ ચુંટણી અધિકારી, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, મતદાતા નોંધણી અધિકારી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારી સહિતની કેટેગરીમાં વિવિધ અધિકારીઓની પસંદગી થઈ છે. જેમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કુ. પ્રવિણા ડી.કે.ની સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ જિલ્લા ચુંટણી અધિકારી તરીકે જ્યારે ખેડબ્રહ્માના અધિકારી કે.એસ. મોદીની શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે.

એક સાથે બે અધિકારીઓની ચુંટણીપંચે પસંદગી કરતા ઉત્તર ગુજરાતવાસીઓ ગર્વનો અનુભવ કરી રહ્યા છે.