ભાજપ શાસિત ડીસા પાલિકાની બેદરકારીથી શહેરમાં ગાંધીજીના બેનર ઉંધા માથે
ભાજપ શાસિત ડીસા પાલિકાની બેદરકારીથી શહેરમાં ગાંધીજીના બેનર ઉંધા માથે

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાની ભાજપ શાસિત ડીસા નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં ફસાઇ છે. શહેરમાં સ્વચ્છતાનો સંદેશો આપવા ગાંધીજીના ફોટાવાળા બેનરો લગાવવામાં આવ્યા છે. જાહેર માર્ગો ઉપર બેનર લગાવવાની કામગીરીમાં વેઠ થઇ કે પછી બેદરકારી કરાઇ હોવાનું ચિત્ર સામે આવ્યુ છે. ગાંધીજીના ફોટા વાળા બેનર ઉંધા માથે લટકી રહયા છે. આવી સ્થિતિમાં પાલિકા ઘ્વારા ગાંધીજીનો ચહેરો ઉંધો થઇ જતા રાષ્ટ્રપિતાનું અપમાન થઇ રહયુ છે.

ભાજપ શાસિત ડીસા પાલિકાની બેદરકારીથી શહેરમાં ગાંધીજીના બેનર ઉંધા માથે

ડીસા નગરપાલિકાએ નાગરિકોને સ્વચ્છતા રાખવા ગાંધીજીનો આધાર લઇ જાહેર માર્ગો પર બેનરો લગાવ્યા છે. જોકે, બેનરો લગાવ્યાના ગણતરીના દિવસોમાં બેદરકારીનો નમુનો સામે આવ્યો છે. ગાંધીજીના ફોટાવાળા બેનરો તુટીને ઉંધા માથે લટકી રહયા છે. શહેરમાં પાલિકા ઘ્વારા જાણતા-અજાણતા મહાત્મા ગાંધીજીનું હળહળતું અપમાન થતું હોવાનો નજારો બન્યો છે. શહેરના નાગરિકો અને શાળાના વિધાર્થીઓ ઉંધા માથે લટકી રહેલા ગાંધીજીના બેનરો જોઇ નવાઇ પામી રહયા છે. જોકે, ગાંધીજીના બેનરો ઠીક કરવામાં પાલિકાને નવરાશ કયારે મળશે તે સવાલ ઉભો થયો છે.