શિક્ષણ બોર્ડનો ચોગ્ગોઃવિકલ્પવાળા પ્રશ્નો 50ને બદલે 20 ટકા, 2020થી અમલ

અટલ સમાચાર, ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 2020થી આમૂલ પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.10 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં આવતા ઓએમઆર વાળા પ્રશ્નોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. ધો.10માં 30 ટકા ઘટાડો જ્યારે ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)માં ઓએમઆર સંપર્ણ નાબૂદ કરવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓને લખવાની ટેવ વધારવી પડશે. ગુજરાત
 
શિક્ષણ બોર્ડનો ચોગ્ગોઃવિકલ્પવાળા પ્રશ્નો 50ને બદલે 20 ટકા, 2020થી અમલ

અટલ સમાચાર, ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 2020થી આમૂલ પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.10 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં આવતા ઓએમઆર વાળા પ્રશ્નોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. ધો.10માં 30 ટકા ઘટાડો જ્યારે ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)માં ઓએમઆર સંપર્ણ નાબૂદ કરવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓને લખવાની ટેવ વધારવી પડશે.

ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક સત્રમાં કેટલાક સુધારાઓ સાથે આગામી વર્ષ માટે જાણે વધુ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2020માં લેવાનાર ધો.10ની પરિક્ષામાં વિકલ્પવાળા પ્રશ્નો 50 ટકાને બદલે 30 ટકા હેતુલક્ષી જ્યારે બોર્ડના 70ને બદલે 80 ગુણ કરવામાં આવ્યા છે. શાળાના આંતરિક ગુણમાં 5 ગુણ પ્રથમ અને 5 ગુણ દ્વિતીય પરિક્ષાના તેમજ નોટબુક સબમિશન સાથે પ્રવૃત્તિના 10 સહિત 20 ગુણ નક્કી થયા છે.

આ તરફ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડના 50 ટકા ઓએમઆરને બદલે 100 ગુણનું પ્રશ્નપત્ર નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 20 ગુણ હેતુલક્ષી પ્રશ્નો જ્યારે 80 ગુણમાં ટૂંકા, લાંબા પ્રશ્નો અને નિબંધના પ્રશ્નો આવશે.

સૂત્રોએ જણાવ્યુ ંહતું કે, ધો.12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રનું સ્વરુપ યથાવત રાખવામાં આવતા ધો.11ના વિદ્યાર્થીઓને જાણે હાશકારો થયો છે.