દોરીથી ઘવાઈ મૃત્યુ પામેલા 79 પક્ષીઓની સ્મશાનયાત્રા

અટલ સમાચાર, પાટણ ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી વીંધાઈને મોતને ભેટેલા પક્ષીઓ ની બુધવારે જીવદયાપ્રેમીઓએ પાટણમાં સ્મશાનયાત્રા કાઢી સરસ્વતી નદીમાં દફનવિધિ કરી હતી. ઉતરાયણમાં પતંગની દોરીથી પક્ષીઓના મૃત્યુ થાય છે તે મેસેજ લોકો સુધી પહોંચે તે માટે પાટણમાં જીવદયાપ્રેમીઓએ દોરીથી ઘાયલ થઈને મૃત્યુ પામેલા કબુતર પોપટ બગલા ટીટોડી સમડી સહિતના 79 પક્ષીઓની રેલવે સ્ટેશનથી સ્મશાન યાત્રા
 
દોરીથી ઘવાઈ મૃત્યુ પામેલા 79 પક્ષીઓની સ્મશાનયાત્રા

અટલ સમાચાર, પાટણ

ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી વીંધાઈને મોતને ભેટેલા પક્ષીઓ ની બુધવારે જીવદયાપ્રેમીઓએ પાટણમાં સ્મશાનયાત્રા કાઢી સરસ્વતી નદીમાં દફનવિધિ કરી હતી. ઉતરાયણમાં પતંગની દોરીથી પક્ષીઓના મૃત્યુ થાય છે તે મેસેજ લોકો સુધી પહોંચે તે માટે પાટણમાં જીવદયાપ્રેમીઓએ દોરીથી ઘાયલ થઈને મૃત્યુ પામેલા કબુતર પોપટ બગલા ટીટોડી સમડી સહિતના 79 પક્ષીઓની રેલવે સ્ટેશનથી સ્મશાન યાત્રા કાઢી હતી રામ નામ સાથે ઉભી બજાર માં સ્મશાનયાત્રા કાઢી ત્રણ દરવાજા સુધી લઈ જવાઈ હતી બાદમાં તમામ પક્ષીઓની સરસ્વતી નદીના પટમાં દફનવિધિ કરવામાં આવી હતી. જીવદયાપ્રેમી વીરેન શાહ અને હાર્દિક પટેલે જણાવ્યું હતું.