આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક
અટલ પેન્શન યોજનામાં મહત્તમ વયમર્યાદા ૫૦ વર્ષ થઇ શકે છે : ન્યુનત્તમ પેન્શન પણ ૧૦,૦૦૦ કરવા વિચારણાઃ EPS હેઠળ હાલ મળતા માસિક રૂ. ૨૦૦૦ના પેન્શનને વધારી ૪૦૦૦ રૂ. કરવા વિચારણા : ૪ મિલિયન કામદારોને થશે લાભ.

કેન્દ્ર સરકાર અટલ પેન્શન યોજનામાં પ્રવેશ કરવા માટે મહત્તમ વયમર્યાદા અને ન્યુનત્તમ પેન્શનની રકમ વધારવા વિચારણા કરી રહી છે. નાણાસચિવ રાજીવ કુમારે આ માહિતી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે આ યોજનામાં ૪૦ વર્ષ સુધીના લોકો સામેલ થઇ શકે છે. આ વયમર્યાદા ૧૦ વર્ષ વધારીને ૫૦ વર્ષ કરવા અને ન્યુનત્તમ પેન્શન રકમ ૫૦૦૦થી વધારીને ડબલ એટલે કે ૧૦,૦૦૦ રૂ. કરવા સૂચનો મળ્યા છે તેના પર વિચારણા થઇ નહી છે. આ ઉપરાંત સરકાર EPS હેઠળ મળતા પેન્શનને પણ ૨૦૦૦ રૂ. માસિક વધારીને રૂ. ૪૦૦૦ કરવા વિચારે છે. તેમણે કહ્યું હતું કે, અટલ પેન્શન યોજના માટે મળેલા સૂચનો સારા છે. અમે ખાતરી આપીએ છીએ કે તેના પર ગંભીરતાથી વિચારણા થશે. તેમણે ઉમેર્યું હતું કે, બેંકોને આ યોજનાને આગળ વધારવા જણાવાયું છે કે જેથી વધુને વધુ લોકો જોડાઇ શકે. સરકાર એમ્પ્લોઇઝ પ્રો. ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હેઠળના માસિક રૂ. ૨૦૦૦ના પેન્શનને વધારીને રૂ. ૪૦૦૦ કરવા પણ વિચારે છે. આનાથી ૪ મિલિયન કામદારોને ફાયદો મળશે. સરકાર આ પેન્શન પર વર્ષે ૯૦૦૦ કરોડ ખર્ચે છે. જો પ્રસ્તાવ સ્વીકારાય તો આ બોજો વધીને ૧૨૦૦૦ કરોડ થાય તેમ છે. હાલ ૬ મિલિયન પેન્શનરો છે. જેમાંથી ૪ લાખ રૂ. ૧૫૦૦થી ઓછું માસિક પેન્શન મેળવે છે. આમાંથી ૧.૮ મિલિયન રૂ. ૧૦૦૦ના મીનીમમ પેન્શન હેઠળ લાભ મેળવે છે. સરકાર પાસે ૩ લાખ કરોડનું પેન્શન ભંડોળ છે. ટ્રેડ યુનિયનો અને EPS ૯૨ના પેન્શનરો માસિક પેન્શન રૂ. ૩૦૦૦ અને રૂ. ૭૫૦૦ની વચ્ચે કરવા માંગે છે. આ ઉપરાંત તેને મોંઘવારી ભથ્થા સાથે જોડવાની માંગ છે. ગઇકાલે શ્રમમંત્રીના ઘર સામે દેખાવો પણ થયા હતા. કોશીયારી સમિતિએ રૂ. ૭૫૦૦ માસિક પેન્શન અને તેના પર ૫૦૦૦ રૂ. મોંઘવારી ભથ્થુ મળવું જોઇએ તેવી માંગ કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code