કેન્દ્ર દ્વારા ગઠિત મહત્વની આઠ સમિતીમાં અમિત શાહનો સમાવેશ

કેન્દ્ર દ્વારા ગઠિત મહત્વની આઠ સમિતીમાં અમિત શાહનો સમાવેશ ગઠન બાદ અમિત શાહે તમામ સમિતિઓના સભ્યો સાથે મુલાકાત કરી, અમિત શાહ તમામ સમિતિઓમાં સભ્ય છે.
 
કેન્દ્ર દ્વારા ગઠિત મહત્વની આઠ સમિતીમાં અમિત શાહનો સમાવેશ

અટલ સમાચાર ડેસ્ક
કેન્દ્ર સરકારે મુખ્ય આઠ કેબિનેટ સમિતિઓની પુનઃરચના કરી છે. આ સમિતિઓમાં સમાયોજન સમિતિ, એપોઇન્ટમેન્ટ, આર્થિક બાબતો, સંસદીય બાબતોની સમિતિ, રાજકીય બાબતોની સમિતિ, સુરક્ષા સમિતિ, રોકાણ તેમજ વિકાસ સમિતિ અને રોજગાર તેમજ કૌશલ વિકાસ સમિતિનો સમાવેશ થાય છે. પુર્નગઠન બાદ તમામ સમિતિઓમાં ગૃહમંત્રી અમિત શાહને સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદી નિવાસ (સમાયોજન) સમિતિ અને સંસદીય બાબતોની સમિતિ સિવાય તમામમાં સભ્ય છે. જ્યારે એપોઇન્ટમેન્ટ સમિતિમાં પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સામેલ છે, મહત્વપૂર્ણ આર્થિક બાબતોની સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન મોદી રહેશે. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, રાજનાથસિંઘ, ડીવી સદાનંદ ગૌડા, નરેન્દ્રસિંહ તોમર, રવિ શંકર પ્રસાદ, હરસિમરત કૌર, ડો એસ જયશંકર અને ધર્મેન્દ્ર પ્રધાન સભ્ય છે. સુરક્ષા બાબતોની સમિતિમાં વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથસિંઘ, ગૃહમંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ડો. એસ જયશંકર સામેલ છે.