મોકેશ્વરના ચામુંડા માતાના મંદીરમાથી ચાંદીની મૂર્તિ ચોરનાર બેને દબોચ્યા

અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકાના મોકેશ્વરમા આવેલા ચામુંડા માતાના મંદીરમાંથી મંગળવારના બપોરના સમયે બે શખ્સોએ મંદીરમા પ્રવેશ કર્યો હતો. પૂનમનો દિવસ હોવાથી ભક્તોની ભીડ વચ્ચે 1 કીલો ચાંદીની મૂર્તિ કિ.રુ.35,000ની હાથ ચાલાકી કરી ગયા હતા. અને એક કિલો ચાંદીની મુર્તિ ઉઠાવી ગયા હતા. જેને લઈ મંદિરના પુજારીએ ચોર ઈસમોની પુરતી ઓળખ કરવા મથામણ આદરી હતી.
 
મોકેશ્વરના ચામુંડા માતાના મંદીરમાથી ચાંદીની મૂર્તિ ચોરનાર બેને દબોચ્યા

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના મોકેશ્વરમા આવેલા ચામુંડા માતાના મંદીરમાંથી મંગળવારના બપોરના સમયે બે શખ્સોએ મંદીરમા પ્રવેશ કર્યો હતો. પૂનમનો દિવસ હોવાથી ભક્તોની ભીડ વચ્ચે 1 કીલો ચાંદીની મૂર્તિ કિ.રુ.35,000ની હાથ ચાલાકી કરી ગયા હતા. અને એક કિલો ચાંદીની મુર્તિ ઉઠાવી ગયા હતા. જેને લઈ મંદિરના પુજારીએ ચોર ઈસમોની પુરતી ઓળખ કરવા મથામણ આદરી હતી. જે બાદ બીજા દિવસે બુધવારના ચામુડા માતાના મંદીરે આવેલ. જ્યાં પુજારીને સીસીટીવી ફુટેજના આધારે માલુમ પડ્યુ કે ચોરી કરનાર શખ્સ આ યુવાન છે. જેથી ચોરી કરનાર ધવલ ગણેશભાઈ ચૌધરી તેમજ ડાયો ઉર્ફે હસમુખ પરમાર બન્ને રહે.વગદા, તા.પાલનપુરવાળાઓને ઝડપી લેવામાં આવેલ. આ બાદ વડગામ પોલીસને જાણ કરાઈ હતી.

ચોરાયેલ એક કીલો ચાંદીની મુર્તિની કિમત રૂ.૩૫,૦૦૦હજાર હોવાની ફરીયાદમા જણાવાયુ છે. આ અંગેની ફરીયાદ મંદીરના મહંત મધુગીરી દ્રારા વડગામ પોલીસ મથકે નોધાવતા વડગામ પોલીસ મથકના પીએસઆઇ એમ.આર.મોહની દ્રારા તપાસ હાથ ધરાઈ છે.