અટલ સમાચાર, મહેસાણા
આ ઉનાળો ચાલુ થતાજ પહેલાથી ગરમીનો જોરદાર માહોલ જોવા મળેલ છે. આ સમયે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. આ કાળજાળ ગરમી ગુજરાતમાં 42 અને 43 ડિગ્રીની વચ્ચે ત્યાર બાદ વાતાવરણમાં અચાનક વાદળા છવાઈ ગયા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ બનાસકાઠાં, સાબરકાઠાં અને અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો અનેક વિસ્તારોમાં ધૂળી ડમરીઓ ઉડવા લાગી ગઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગમી 16 એપ્રિલ સુધી રાજ્યમાં આ અસર જોવા મળશે. જેથી ગરમીમાં 2થી 3 ડિગ્રી ઘટાડાથી રાહત અનુભવાઈ છે.
મહેસાણા તથા ઉત્તર ગુજરાતમાં ગામડા તેમજ શહેરી વિસ્તારોમાં સવારથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણને લઈ વરસાદની શક્યતા બની છે. ઠંડો પવન અને આકાશમાં કાળા વાદળો છવાતા અને અંધારા જનક માહોલ થઈ ગયો હતો. તે ઠંડા પવના લીધે લોકોમાં કેટલેક અંશે ગરમીથી રાહત જોવા મળી રહી છે.