આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

કાંકરેજ તાલુકાના એક ગામે વિશ્વાસમાં લીધા વગર કરેલી હરકતમાં તાંડવ મચી જવાની નોબત આવી છે. તલાટી અને મળતિયાઓએ આખા ગામને અંધારામાં રાખી ગામનાં બે ભાગ પાડી દીધા હતા. કેટલાક પરિવારોને અલગ કરી ગામ નોખું પાડવાની વહીવટ કાર્યવાહી પણ કરી દીધી હતી. તાલુકાથી લઈ જિલ્લા પંચાયત સુધી મંજૂરી મળી ગયા બાદ ગામલોકોને ખબર પડી છે. અલગ ગ્રામ પંચાયત કરવાની ફાઇલ છેક ગાંધીનગર સુધી પહોંચી ગયા બાદ ગામલોકોને ચોંકાવનારી દોડધામ મચી ગઇ છે. હવે પંચાયત વિભાગમાંથી મંજૂરી રોકવા તલાટીને સાથે રાખી ગામનાં આગેવાનો આજે ગાંધીનગર પહોંચ્યાં હતા. ગામના કાયદેસરના ભાગલા પાડવાની આટલી મોટી ગતિવિધિ છતાં પંચાયતની બોડી સહિત ગામ આખું અંધારામાં રહ્યું તે ઘટના જ હચમચાવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામમાં અત્યારે સૌથી મોટી દોડધામ મચી ગઇ છે. ગામ આખું સુતુ રાખીને તલાટીએ ગામના બે ભાગ પાડી દેવાના સરકારી કાગળો કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. તેરવાડા સરપંચ સહિત સભ્યોની ખોટી સહી કરી તલાટીએ ગ્રામ પંચાયતનુ વિભાજન કરવાનો ખોટો ઠરાવ કર્યો હોવાની રજૂઆત થતાં હડકંપ મચી ગયો છે. તેરવાડા ગૃપ ગ્રામ પંચાયતમાંથી તેરવાડિયાવાસ નામનું અલગ ગામ બનાવી નવીન ગ્રામ પંચાયત બનાવવાની આખી ફાઇલ કાંકરેજ તાલુકા પંચાયતથી છેક બનાસકાંઠા જિલ્લા પંચાયત સુધી પહોંચી ગઈ હતી. આટલું જ નહિ ગામના ભાગલા પાડવાની ફાઇલને જિલ્લા પંચાયતમાંથી મંજૂરી પણ મળી છતાં ગામલોકોને ખબર નહોતી. આ પછી અચાનક ગામના ભાગલાના ખોટા કાગળો થયાની વાત જાણમાં આવતાં સરપંચ સહિતનાને પગ તળેથી જમીન ખસી જાય તેવી સ્થિતિ બની છે. હવે ગામના ભાગલા રોકવા છેક ગાંધીનગર સુધી જવા સિવાય વિકલ્પ ન હોવાથી આજે તાત્કાલિક ધોરણે તલાટી સહિત ગામના આગેવાનો દોડ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તલાટીએ કોના કહેવાથી અને કેમ ગામના ભાગલા પાડવાના ઠરાવ કર્યા તે વાત સૌથી વધુ મુંઝવી રહી છે. ગામના માજી સરપંચ હરદાસજીએ જણાવ્યું હતું કે, ગામલોકો ભારે નારાજ છે. વિભાજનને મંજૂરી ના મળે તે માટે પંચાયત વિભાગમાં અરજી આપી છે. ગામલોકોને વિશ્વાસમાં લીધા વગર તલાટીએ ગામના એક ઈસમના કહેવાથી ઠરાવ કરી દીધો હતો. જેમાં સરપંચને ગેરમાર્ગે દોરી સહેવાનો લેટરપેડ મેળવી લીધો હતો. આ પછી ખોટી સહીઓ કરી તાલુકા અને જિલ્લા પંચાયત સમક્ષ કાગળો રજૂ કર્યા હતા. હવે ફાઇલ છેક ગાંધીનગર ખાતે આવી જતાં આજે પંચાયત વિભાગમાં અરજી આપી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code